પેરિસઃ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીથી સમગ્ર દુનિયામાં 60,000થી વધુ લોકોનાં મોત થયાં છે. જેમાં સૌથી વધુ મોત યુરોપમાં થયાં છે. આ સાથે જ સમગ્ર વિશ્વમાં કોવિડ-19થી સંક્રમિતોની સંખ્યા 11 લાખનો આંકડો વટાવી ચૂકી છે.
સમગ્ર દુનિયામાં અત્યાર સુધી 60,457 મોત થયાં છે. જેમાં 44,132 મોત યુરોપમાં થયાં છે.
અમેરિકા
અમેરિકામાં આ મહામારીના કારણે 8,100 લોકોનાં મોત થયાં છે અને 3 લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. ગત 24 કલાકમાં અંદાજે 1,000 લોકોનાં મોત થયાં છે, જ્યારે શુક્રવારે અંદાજે 1,500 લોકોનાં મોત થયાં છે.
આ દેશોમાં સૌથી વધુ મોત
- ઈટલીમાં સૌથી વધુ 14,681 મોત થયાં છે.
- સ્પેનમાં આ વાઇરસે 11,744 લોકોનો જીવ લીધો છે.
- અમેરિકામાં કોરોના વાઇરસના કારણે 8,100 લોકોએ જીવ ગુમાવ્યો છે.
- ફ્રાન્સમાં 6,507 મોત અને બ્રિટનમાં 7,413 મોત થયાં છે.
મેક્સિકોમાં 1,890 સંક્રમિત, વેન્ટીલેટર્સની માગ
મેક્સિકોમાં કોરોના વાઇરસના કેસ વધીને 1,890 પર પહોંચ્યા અને 79 લોકોનાં મોત થવાથી દેશના રાષ્ટ્રપતિએ શનિવારે કહ્યું કે, તેમની સરકાર દેશમાં વધુ વેન્ટીલેટર્સ બનાવશે. દેશના રાષ્ટ્રપતિ આંદ્રેસ મૈન્યુઅલ લોપેજ ઓબ્રાડોરે કહ્યું કે, મેક્સિકો વિદેશમાંથી 5,000 વેન્ટીલેટર્સની ખરીદી કરશે.
સાથે જ તેમણે કહ્યું કે, અમે દેશમાં જ વેન્ટીલેટરના ઉત્પાદનના પ્રયાસ કરી રહ્યાં છીંએ અને ટૂંક સમયમાં કરી બતાવશું.
સિંગાપુર
સિંગાપુરમાં સામે આવેલા 75 નવા કેસમાં 7 ભારતી નાગરિક સામેલ છે. દેશમાં ધાતક આ વાઇરસથી સંક્રંમિત લોકોની સંખ્યા વધીને કુલ 1,189 થઇ છે.
દુનિયામાં 11,30,204 કેસ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના યુરોપમાં છે. અમેરિકામાં 2,90,219 કેસ, જ્યારે એશિયામાં 1,15,777 કેસ નોંધાયા છે.