- કેનેડાની એક શાળામાં મળ્યા 200થી વધુ બાળકોના મૃતદેહો
- દુર્વ્યવહાર અને બેદરકારીને કારણે થયાં હતા 3200 બાળકોનાં મોત
- વધુ મૃતદેહો મળવાની આશંકા
કૈમલૂપ્સ: કેનેડાની એક શાળાના કેમ્પસમાં 215 બાળકોના મૃતદેહને દફનાવવામાં આવ્યા હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. તેમાં કેટલાક ત્રણ વર્ષ સુઘીના બાળકોના મૃતદેહો છે. આ શાળા તેના સમયમાં કેનેડાની સૌથી મોટી રહેણાંક શાળા માનવામાં આવતી હતી.
આ પણ વાંચો: કાબુલ સ્કૂલ વિસ્ફોટમાં મૃત્યુઆંક 53 પર પહોંચ્યો
વધુ મૃતદેહો મળવાની આશંકા
એક અધિકારીએ જણાવ્યું કે, જમીનને ભેદનાર રડારની મદદથી ગત અઠવાડિયે મૃતદેહો મળી આવ્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવી શકે છે કારણ કે , શાળાના પ્રાંગણમાં હજુ વધુ વિસ્તારોની તપાસ બાકી છે.
આ પણ વાંચો: કાબુલમાં લગ્ન સમારોહમાં બ્લાસ્ટથી 63 લોકોના મોત, ભારતે હુમલાની નિંદા કરી
દુર્વ્યવહાર અને બેદરકારીને કારણે થયાં હતા 3200 બાળકોનાં મોત
તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્વ્યવહાર અને બેદરકારીને કારણે 3200 બાળકોનાં મોત થયાં હતા. કૈમલૂપ્સ શાળામાં 1915થી 1963ની વચ્ચે ઓછામાં ઓછા 51 મોત થયા હતા. બ્રિટિશ કોલંબિયાના પ્રમુખ જૉન હોરગાને કહ્યું કે, આ ઘટનાની જાણ થવાથી ખૂબ જ દુ:ખી છે. કેમલૂપ્સ સ્કૂલનું સંચાલન 1890થી 1969 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પછી સંઘીય સરકારે કૈથોલિક ચર્ચમાંથી તેનું સંચાલન સંભાળ્યું હતું. આ શાળા 1978 માં બંધ થઈ ગઈ હતી.