લંડન: અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના મોત બાદ યુરોપના દેશોમાં પણ જાતિવાદ વિરુદ્ધ પ્રદર્શન શરૂ થયું છે. લંડનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ અંગેની માહિતી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આપી છે.
લંડન મેટ્રોપોલિટન પોલીસે ટ્વીટર પર જાણકારી આપતા કહ્યું કે, 100થી વધુ લોકોની અશાંતિ ફેલાવવા, હિંસા કરવા, અધિકારીઓ પર હુમલા, ડ્રગ્સમાં સંકળાયેલા હોવું તેમજ અન્ય આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. યુરોપીય દેશોમાં પોલીસની બર્બરતા અને જાતિવાદ વિરુદ્ધ હજારો લોકોએ રેલીઓ કાઢી હતી. આ વિરોધ પ્રદર્શનમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ દરમિયાન તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.