મુંબઈ : લોકડાઉન દરમિયાન લાર્સન એન્ડ ટૂબ્રોની હેવી એન્જિનીયરિંગ કંપનીએ ક્રાયોસ્ટેટના એસેમ્બલી ટૂલ્સની ડિલિવરી કરીને દક્ષિણ ફ્રાંસમાં રિએક્ટર પિટમાં ક્રાયોસ્ટેટનું એસેમ્બલિંગ કોઈપણ પ્રકારના વિક્ષેપ વિના સુનિશ્ચિત કર્યું હતું. ક્રાયોસ્ટેટ રિએક્ટર વેક્યુમ પાત્ર અને સુપરકન્ડક્ટિંગ મેગ્નેટની આસપાસ વેક્યુમ-ટાઇટ કન્ટેઇનર ઉભું કરશે તથા અતિ મોટા રેફ્રિજરેટર તરીકે કામ કરશે. દુનિયાના સૌથી મોટા સ્ટેઇનલેસ-સ્ટીલ, હાઈ-વેક્યુમ, પ્રેશર ચેમ્બર ક્રાયોસ્ટેટનો સૌથી મોટો અને સૌથી ભારે રિએક્ટર બેઝ ટોકામાક ઘટક રિએક્ટરનો બાકીનો હિસ્સો ધરાવશે.
કોવિડ-19 લોકડાઉન વચ્ચે આ શક્ય બની શક્યું છે, જેનો શ્રેય એલએન્ડટીની ટીમના અસાધારણ પ્રતિબદ્ધ પ્રયાસો અને ભારતીય સરકારની ઓથોરિટીઝના કિંમતી સાથસહકારને જાય છે. એલએન્ડટી ITERના લક્ષ્યાંકો પૂર્ણ કરવા હંમેશા વિશ્વસનિય પાર્ટનર છે.
એલએન્ડટીએ માર્ચ, 2019માં ક્રાયોસ્ટેટનું લોઅર સિલિન્ડર અને માર્ચ 2020માં અપર સિલિન્ડર પણ ડિલિવર કર્યું છે. છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ જુલાઈ, 2020માં હઝિરાથી રવાના થશે. એલએન્ડટી હેવી એન્જિનીયરિંગ માટે આ પ્રોજેક્ટ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. (1) એલએન્ડટી હઝિરામાંથી તમામ સબએસેમ્બલી સેક્શનોનું ઉત્પાદન અને શિપિંગ (2) ફ્રાંસમાં પ્રોજેક્ટ સાઇટ પર મોટી એસેમ્બલીઓમાં ક્રાયોસ્ટેટ સેક્શનનું એસેમ્બલિંગ કરવા કામચલાઉ વર્કશોપ ઊભી કરવી (3) ટોકામાક રિએક્ટર બિલ્ડિંગની અંદર ક્રાયોસ્ટેટનું સંકલન કરવું.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને હેડ અનિલ વી. પરબે કહ્યું હતું કે, ITER પ્રથમ પ્રકારનો ભવિષ્યલક્ષી આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. ક્રાયોસ્ટેટ અત્યાર સુધી બનેલું સૌથી મોટું વેક્યુમ પાત્ર છે, જેનો ડાયામીટર 29.4 મીટર, ઊંચાઈ 29 મીટર અને વજન 3,850 એમટી છે. આ પ્રકારના જટિલ પ્રોજેક્ટની સફળતાપૂર્વક ડિલિવરી એલએન્ડટીની કાર્યશૈલીમાં વણાયેલી છે. અમને એલએન્ડટી હેવી એન્જિનીયરિંગની ન્યૂક્લીઅર ટીમ પર ગર્વ છે, જે ગર્વ સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર હાઈ ટેકનોલોજી એરિયામાં ભારતીય ક્ષમતા પ્રદર્શિત કરે છે. આ એલએન્ડટીની ગુણવત્તાયુક્ત અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઉત્પાદન ક્ષમતાનો પૂરાવો છે.
L&Tના હેવી એન્જિનીયરિંગ વ્યવસાયો 2012માં આ પ્રતિષ્ઠિત કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. આ મહત્ત્વાકાંક્ષી મેગા વૈજ્ઞાનિક પ્રોજેક્ટ માટે ભારતીય ભાગીદારીની સંપૂર્ણ જવાબદારી પરમાણુ ઊર્જા વિભાગની પાંખ ITER ઇન્ડિયાની છે.
ભારત ફ્રાંસના કેડરેચમાં 20 અબજ ડોલરના ઇન્ટરનેશનલ થર્મોન્યૂક્લીઅર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) પ્રોગ્રામમાં ફંડ આપતા દુનિયાના અગ્રણી સાત દેશોમાં સામેલ છે. આ વિશ્વનાં સૌથી મોટા સંશોધન પ્રોજેક્ટ પૈકીનો એક છે, જે ફ્યુઝન પાવરની વૈજ્ઞાનિક અને ટેકનિકલ વ્યવહારિકક્ષમતા પ્રદર્શિત કરશે.