રોમઃ કોરોના વાઇરસ મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત ઈટલીમાં ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય બાદ રવિવારે મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
નાગરિક સુરક્ષા સેવા અનુસાર ઈટલીમાં રવિવારે 431 લોકોનાં મોત થયાં છે, જે 19 માર્ચ બાદ સૌથી ઓછી સંખ્યા છે.
ઈટલીમાં અત્યાર સુધી 19,899 લોકોનાં મોત થયાં છે અને મૃતકોની સંખ્યા અમેરિકા બાદ બીજા નંબરે છે.
ઉલ્લેખનીય છે કે, યુરોપ ખંડ આ મહામારીની ઝપેટમાં છે. યુરોપમાં ઈટલી આ વાઇરસનું કેન્દ્ર બન્યું છે. અન્ય યુરોપીય દેશો સ્પેન, ફ્રાંસ, બ્રિટેન અને જર્મનીમાં આ કોરોનાને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે.