ETV Bharat / international

Ukraine Russia invasion :યુક્રેનમાંથી 12 હજાર વિદ્યાર્થીઓ બહાર આવ્યા, કિવમાં કોઈ ભારતીય નથી: MEA - કિવમાં કોઈ ભારતીય નથી

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનની રાજધાની કિવમાં (There are no Indian students in Kiev) હવે કોઈ ભારતીય નથી. વિદેશ સચિવે (Foreign Secretary Harshvardhan Sringala) કહ્યું કે તમામ ભારતીયો કિવ છોડી ગયા છે. તેઓ પશ્ચિમ યુક્રેન (Russia Ukraine War) તરફ આગળ વધી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 12,000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Ukraine Russia invasion : યુક્રેનમાંથી 12 હજાર વિદ્યાર્થીઓ બહાર આવ્યા, કિવમાં કોઈ ભારતીય નથી: MEA

author img

By

Published : Mar 2, 2022, 7:23 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાનની વિશેષ બેઠક બાદ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુક્રેનમાં (Russia Ukraine War) ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે 20 હજાર ભારતીયો ફસાયેલા છે, જેમાંથી લગભગ 12 હજાર વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. એટલે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. 8,000 વિદ્યાર્થીઓમાંથી અડધા ખાર્કિવ અને સુમી વિસ્તારોમાં ફસાયેલા છે અને બાકીના અડધા પશ્ચિમ યુક્રેન તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે યુક્રેનની રાજધાની કિવમાં (There are no Indian students in Kiev) હવે કોઈ ભારતીય વિદ્યાર્થીઓ નથી.

26 વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ (Foreign Secretary Harshvardhan Sringala) કહ્યું કે, અત્યાર સુધીની માહિતી મુજબ કિવમાં ફસાયેલા કોઈપણ ભારતીય વિદ્યાર્થીએ દૂતાવાસને ફોન કર્યો નથી. એવું લાગે છે કે કિવમાંથી તમામ ભારતીયો પશ્ચિમ યુક્રેન તરફ આગળ વધી રહ્યા છે. આગામી ત્રણ દિવસમાં ઓછામાં ઓછી 26 વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ ફ્લાઈટ્સ બુકારેસ્ટ અને બુડાપેસ્ટથી ઓપરેટ થશે. વિદેશ સચિવે કહ્યું કે પોલેન્ડ અને સ્લોવાકિયાના એરપોર્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થી નવીનના મોત બાદ, તેના મિત્રએ કર્યો આ વિડીયો શેર

આજે બીજી ફ્લાઈટને ફ્લેગ ઓફ કરવામાં આવશે

વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુક્રેનને માનવતાવાદી સહાય આપવામાં આવી રહી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર એક ફ્લાઈટ પોલેન્ડ થઈને ગઈ હતી. જેમાં દવા અને રાહત સામગ્રીનો સમાવેશ હતો. આજે બુધવારે બીજી ફ્લાઈટને ફ્લેગ ઓફ કરવામાં આવશે. વિદેશ સચિવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો. તેમણે વર્તમાન કટોકટી વિશે વાત કરી હતી. ફ્રાન્સના રાજદૂત એમેન્યુઅલ લેનેને ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા, નાગરિકોની સુરક્ષા અને અવિરત માનવતાવાદી સહાય માટે આહવાન કરવા માટે એક ઠરાવ રજૂ કરશે.

આંતરરાષ્ટ્રીય કાયદાના રક્ષણ માટે સમગ્ર વિશ્વએ એક થવું જોઈએ

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલે પણ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને યુદ્ધગ્રસ્ત યુક્રેનના ખાર્કિવ શહેરમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. મિશેલે કહ્યું કે, યુરોપીયન દેશો યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સંપૂર્ણ ખંતથી બચાવવામાં મદદ કરી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદાના રક્ષણ માટે સમગ્ર વિશ્વએ એક થવું જોઈએ.

આ પણ વાંચો: એમ્બેસીએ ખાર્કિવમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક ન કર્યો: નવીનના પિતાનો આરોપ

US એમ્બેસીએ પણ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીમાં US એમ્બેસીએ પણ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. એમ્બેસેડર-ઇન-ચાર્જ પેટ્રિશિયા એ. લાસિનાએ જણાવ્યું હતું કે, "યુક્રેનના ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુથી અત્યંત દુઃખી છું. અમે ભારતના લોકો અને તેના પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

PM મોદીએ બેલેન્સિંગ એક્ટ છોડી દેવો જોઈએ : પી ચિદમ્બરમ

જો કે ઘરેલુ મોરચે મોદી સરકાર ટીકાઓનો સામનો કરી રહી છે. કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું કે, મોદીએ બેલેન્સિંગ એક્ટ છોડી દેવો જોઈએ અને રશિયાને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે યુક્રેનના મોટા શહેરો પર બોમ્બ ધડાકા કરવાનું બંધ કરે અને ત્યાં ફસાયેલા તમામ વિદેશી નાગરિકોને જવા દો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.