નવી દિલ્હી: ભારત અને પોર્ટુગલે બુધવારના રોજ રક્ષા, સુરક્ષા અને વ્યાપાર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સંમતિ વયક્ત કરી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકર અને પોર્ટુગલના સેન્ટોસ સિલ્વાએ ડિઝીટલ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કેટલાક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ આગળ વધારવા માટે ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેમણે સહયોગના નવા ક્ષેત્રમાં સંબંધોને આગળ વધારવા સંમતિ વ્યક્ત કરી હતી. આ ક્ષેત્રોમાં પ્રવાસન, રક્ષા સહયોગ પણ સામેલ છે.બંન્ને વિદેશ પ્રધાન આર્થિક સંબંધોને વધુ મજબુત બનાવવા સહમત થયા છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, બેઠકમાં બંન્ને વિદેશ પ્રધાનોએ "સંશોધિત બહુપક્ષવાદ " માટે તેમની પ્રતિબદ્ધતા ગણાવી હતી. 2021માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની ઉપસ્થિતિના સંદર્ભમાં ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર સંપર્ક અને સંકલન જાળવવા પણ સહમતિ વ્યકત કરી હતી. બંન્ને નેતાઓએ કોવિડ-19ની મહામારી દરમિયાન બંન્ને દેશો વચ્ચે વ્યાપક સહયોગ અને આ બિમારી બાદના પરિદર્શયમાં સહયોગની સંભાવનાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરી હતી.
જયશંકર અને સિલ્વાએ ભારત-યૂરોપીય સંધ સંબંધો પર પણ ચર્ચા કરી હતી. મંત્રાલયે કહ્યું કે, બંન્ને વિદેશી પ્રધાન 2021માં પોર્ટુગલની અધ્યક્ષતા દરમિયાન ભારત-યૂરોપીય સંધ બેઠક માટે મળી કામ કરવા પર સહમંત થયા છે. આ બેઠક માટે વડાપ્રધાન એન્ટોનિયા કોસ્ટાએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું છે.