- ફ્રાન્સમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ધરખમ વધારો
- રાત્રે 7થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેેશે
- બ્રાઝિલમાં કોરોનાની અસર રાજનીતિ પર પડી રહી છે
આ પણ વાંચોઃ રાજયમાં કોરોના બેકાબૂઃ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશનની જવાબદારી PMOએ કૈલાસનાથનને સોંપી
ફ્રાન્સઃ ફ્રાન્સમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ બુધવારે 3 અઠવાડિયા માટે દેશભરની સ્કૂલોને બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સ્થાનિક પ્રવાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. હમણા થોડા દિવસ પહેલા ફ્રાન્સ બીજી પોલિસીનું પાલન કરી રહ્યું હતું, જે અંતર્ગત જરૂરિયાત મુજબ આવશ્યક જગ્યાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ સંપૂર્ણ દેશમાં પ્રતિબંધ નહતો લગાવાયો. જોકે, હવે કોરોનાના કેસ વધતા સમગ્ર દેશની સ્કૂલો બંધ કરી દેવાઈ છે. હાલમાં ફ્રાન્સમાં રાત્રે 7થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ પણ લગાવાયું છે.
આ પણ વાંચોઃ સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા
વિશ્વભરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ
માનવામાં આવતું હતું કે કોરોનાની વેક્સિન આવી ગયા પછી ઝડપથી વિશ્વ કોરોના જેવી મહામારી સામે જીતી જશે, પરંતુ એવું નથી લાગી રહ્યું. વિશ્વભરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. જર્મનીની મુખ્ય આરોગ્ય સંસ્થાએ ચેતવણી પણ આપી છે કે, કોરોનાની ત્રીજી લહેર પહેલાની તમામ લહેરો કરતા વધુ ભયાનક થવા જઈ રહી છે. આની પાછળ કોરોના વાયરસનો યુકે સ્ટ્રેઈન બી 117 છે. જર્મનીના આરોગ્ય પ્રધાનનું કહેવું છે કે, જર્મનીમાં 10 ટકા લોકોને વેક્સિનનો ડોઝ મળ્યો છે. તો બ્રાઝિલમાં પણ કોરોના એપી સેન્ટર બની ગયું છે. બ્રાઝિલમાં કોરોનાની અસર રાજનીતિ પર વધુ પડી રહી છે.