હૈદરાબાદ: કોરોના વાઈરસના સમગ્ર વિશ્વમાં 16,04,718 કરતા વધુ લોકો ચેપગ્રસ્ત છે. જ્યારે 95,735 લોકોનો મૃત્યુ થઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 3,56,660થી વધુ લોકો સાજા થયા છે.
અમેરિકાના ન્યુ યોર્ક રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઈરસના કારણે 799 લોકોના મૃત્યુ થયા છે. આ રાજ્યમાં 7000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જે યુ.એસ.એ.ના આશરે અડધા છે, અમેરિકામાં કુલ 16,000 કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
ઈટાલી અને સ્પેનમાં નવા પોઝિટિવ કેસોમાં તેમજ હોસ્પિટલમાં દાખલ લોકો અને મોતના આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં મળીને આશરે 33,000 લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ દૈનિક આંકડા હજૂ પણ આઘાતજનક છે. સ્પેનમાં 683 વધુ લોકોના મોત નીપજ્યાં, જેનો કુલ આંક 15,200થી વધુ થઈ ગયો. જ્યારે બ્રિટનમાં 881 નવા મૃત્યુ નોંધાયા હતા, જ્યા કુલ લગભગ 8,000 લોકોના મૃત્યુ નોંધાયા હતા.
1,52,446 ચેપગ્રસ્ત અને 15,238 જાનહાનિ સાથે સ્પેન, યુ.એસ.એ. અને ઈટાલીની સાથે કોવિડ -19 અસરગ્રસ્ત દેશો છે. જાપાનમાં પ્રથમ વખત 500થી વધુ નવા કેસ નોંધાયા છે. વિશ્વની સૌથી વૃદ્ધ વસ્તી હોવાના કારણે જાપાનમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ રહી છે. વૃદ્ધોમાં COVID-19ની ગંભીર અસર થઈ શકે છે.