હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 30 હજારથી વધુના મોત થયા છે. જ્યારે 6,63,740 લોકો આનાથી સંક્રમિત થયા છે. આ આંકડા 29 માર્ચ, સવારે 8.30 કલાક (ભારતીય સમયાનુસાર) સુધીના વર્લ્ડોમીટરથી મેળવેલા છે.
વિશ્વ સ્વાસ્થય સંગઠન (ડબલ્યુએચઓ) અનુસાર કોરોના વાઇરસથી દુનિયાભરમાં 201 દેશો પ્રભાવિત છે. વધુમાં જણાવીએ તો કોરોના વાઇરસથી સંક્રમિત 1.42 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે.
ભારતીય સમય અનુસાર 29 માર્ચની સવારે 8.30 કલાક સુધી વર્લ્ડોમીટર (worldometer)ના આંકડા અનુસાર દુનિયાભરમાં સંક્રમિત લોકોમાં 6,63,740 લોકોમાં કોરોના વાઇરસના સંક્રમણના આછા લક્ષણો પણ જોવા મળ્યા છે. આ કુલ સંક્રમણની સંખ્યાના 95 ટકા છે. જો કે, પાંચ ટકા લોકો (25 હજારથી વધુ)ને ગંભીર રુપથી સંક્રમિત ઓળખ થઇ છે.