જર્મનીઃ કોરોના વાઈરસનો કહેર યુરોપમાં પણ વધતો જાય છે. મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. આ ખતરનાક બિમારીને કારણે લોકો ડિપ્રશેનનો શિકાર પણ બની રહ્યાં છે. આવી સ્થિતિમાં જર્મનીના એક પ્રધાને કોરોના વાઈરસને કારણે આત્મહત્યા કરી છે.
જર્મનીના હેસ્સે રાજયના પ્રધાન વોલ્કર બાઉફરે આજે એટલે કે રવિવારે જણાવ્યું કે કોરોના વાઈરસને કારણે કથળતી અર્થવ્યવસ્થાને લઈ ચિંતિત નાણાપ્રધાન થામસ શેફરે આત્મહત્યા કરી છે.
54 વર્ષીય થામસ શેફર શનિવારે એક રેલવે ટ્રેક પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જયાં તેમણે આત્મહત્યા કરી હોવાનું માલુમ પડ્યુ હતુ. વડાપ્રધાન વોલ્કર બાઉફરે જણાવ્યું કે, અમે આઘાતમાં છીએ, અમને વિશ્વાસ નથી આવતો, અમને ખબર નથી કે અમે આ બધી વસ્તુમાંથી ક્યારે બહાર આવીશુ.