પેરિસ : ફ્રાંસમાં કોરોના વાઇરસના કુલ 1,67,346 કેસ સામે આવ્યા છે. જ્યારે ગુરુવારના રોજ 289 મોત થયા છે. જેના પગલે મોતની કુલ સંખ્યા 24,594 પર પહોંચી છે. આ સમગ્ર જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.
ખાનગી સમાચાર એજન્સીના જણાવ્યાં અનુસાર, મહામારીની વૃદ્ધિ છેલ્લા 24 કલાકમાં 1.1 ટકા ધીમી થઇ છે. જે સંખ્યા માર્ચ મહીનાના અંતના અઠવાડિયાની સૌથી ઓછી છે.
ઉલ્લેખનિય છે કે, મહામારીથી અત્યાર સુધીમાં 29,581 કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1139 કેસ નોંધાયા છે. જ્યારે બુધવારે આ આંકડો 1607 પર પહોંચ્યો હતો.
આ સમગ્ર મહામારી વચ્ચે વડાપ્રધાને કહ્યું કે જો સંક્રમણની સંખ્યા દિવસના રોજ 3000થી ઓછી નહી થાય, ત્યાં સુધી લોકોના બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે.