- વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar) આજે રશિયાના કટ્ટર વિરોધી દેશ જ્યોર્જિયા (Georgia) જશે
- જ્યોર્જિયા (Georgia)નો રશિયા સાથે એવો જ સંબંધ છે જેવો ભારતનો પાકિસ્તાન સાથે છે
- વર્ષ 1991માં રશિયાથી સ્વતંત્ર થયા પછી ભારતીય વિદેશ પ્રધાનનો આ પહેલો જ્યોર્જિયા પ્રવાસ (Georgia tour)
મોસ્કોઃ ભારત અને પાકિસ્તાનના સંબંધથી તો સમગ્ર વિશ્વ વાકેફ છે. ત્યારે ભારતે રશિયાના પાકિસ્તાન પ્રેમ પર જોરદાર જવાબ આપ્યો છે. ત્રણ દેશના પ્રવાસ પર મોસ્કો પહોંચેલા ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar) હવે 9 અને 10 જુલાઈએ રશિયાના કટ્ટર વિરોધી દેશ જ્યોર્જિયા (Georgia)નો પ્રવાસ કરશે. જ્યોર્જિયા (Georgia)નો રશિયા સાથે એવો જ સંબંધ છે જેવો ભારતનો પાકિસ્તાન સાથે છે. ભારતીય વિદેશ પ્રધાન વર્ષ 1991માં રશિયાથી સ્વતંત્ર થયેલા જ્યોર્જિયા (Georgia)નો ત્યારથી લઈને અત્યાર સુધી પહેલી વખત પ્રવાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો- Swedish Airplane Crash: પાયલટ સહિત 9 લોકોના મોત
રશિયા નારાજ ન થાય તે માટે ભારત જ્યોર્જિયા (Georgia) સાથે સંબંધ નહતું વધારતું
રાજદ્વારી વર્તુળોમાં ભારતીય વિદેશ પ્રધાનના જ્યોર્જિયા પ્રવાસને રશિયાને મોટો જવાબ તરીકે જોવા મળી રહ્યો છે. આજથી પહેલા રશિયાને નારાજ ન કરવાના ઉદ્દેશ સાથે ભારત જ્યોર્જિયા સાથે સંબંધો નહતું વધારતું, પરંતુ હવે વિદેશ પ્રધાનના આ પ્રવાસથી ભારતીય રાજદ્વારીમાં મોટો ફેરફાર આવશે તેવું મનાય છે. આ વર્ષે 6 એપ્રિલે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ (Russian Foreign Minister Sergei Lavrov) 19 કલાકના ભારતના પ્રવાસ માટે નવી દિલ્હી આવ્યા હતા. ત્યારે રશિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ પ્રવાસનો ઉદ્દેશ વાર્ષિક ભારત-રશિયા સંમેલન (India-Russia Convention) માટે તૈયારીને અંતિમ રૂપ આપવાનો છે. ભારત પ્રવાસ પછી રશિયાના વિદેશ પ્રધાન પાકિસ્તાનના પ્રવાસે પણ ગયા હતા.
આ પણ વાંચો- Haiti’s President is Assassinated: હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની તેમના જ નિવાસસ્થાને હત્યા
વર્ષ 1990ના દાયકામાં રશિયાએ જ્યોર્જિયાની જમીન પચાવી પાડી હતી
જ્યોર્જિયાની આઝાદી પછીથી જ જ્યોર્જિયાના રશિયા સાથે સંબંધ તણાવપૂર્ણ રહ્યા છે. રશિયાની સેનાએ જ્યોર્જિયા વિસ્તારનો લગભગ 20 ટકા ભાગ પર વર્ષ 1990ના દાયકામાં સોવિયત સંઘના (Soviet Union) તૂટ્યા પછી કબજો કરી લીધો હતો. આ વિસ્તારમાં દક્ષિણ ઓસેશિયા અને અબખાજિયાનો વિસ્તાર પણ સામેલ છે. જ્યાંના લોકો આજે પણ રશિયાના પાસપોર્ટ પર પ્રવાસ કરે છે. વર્ષ 2008માં બંને દેશ વચ્ચે યુદ્ધ પણ થયું હતું. જ્યોર્જિયા અમેરિકાનો સહયોગી દેશ છે. આ જ કારણે તેનો રશિયા સાથે તણાવ રહે છે.
ભારતના અમેરિકા સાથે સારા સંબંધ થતા રશિયાએ પાકિસ્તાન સાથે સંબંધ વધાર્યા
ભારત સાથેના સંબંધોના કારણે રશિયા પહેલાથી જ પાકિસ્તાનથી છેડો ફાડતો આવ્યું છે, પરંતુ વર્ષ 2009 પછી ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો બનવાથી રશિયાએ બેચેન થઈને પાકિસ્તાન સાથે સંબંધ મજબૂત કર્યા હતા. આ જા કારણે ભારતના વિરોધ પછી પણ રશિયાની સેનાએ પાકિસ્તાન સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો. તે સમયે રશિયાના વિદેશ પ્રધાને કહ્યું હતું કે, રશિયા પાકિસ્તાનને વિશેષ સૈન્ય હથિયાર ઉપલબ્ધ કરાવશે.