મોસ્કો : કોરોના વાઇરસના સંક્રમિતોની સારવાર ચાલી રહેલી એક હોસ્પિટલમાં આગ લાગવાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 200 દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ શહેરની ઉતર બાજુ એક હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.
આગ હોસ્પિટલના વોર્ડમાં લાગી હતી, જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ તકે મેયરે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાહેર કર્યુ હતું. આ ઉપરાંત અન્યોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.