- પ્રદર્શનકારીઓ દ્વારા ઉપયોગ કરાતા માસ્ક પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ
- સ્વિત્ઝરલેન્ડ આ પ્રસ્તાવને રવિવારે કેટલીક છૂટછાટ સાથે આપી મંજૂરી
- દેશની જનતાએ આપેલા જનમત સંગ્રહ દ્વારા આ નિર્ણય લેવાયો છે
બર્લિનઃ સ્વિત્ઝરલેન્ડના લોકોએ દેશમાં કેટલીક મુસ્લિમ મહિલાઓના હિજાબ અને બુરખાથી ચહેરો ઢાંકવા તથા પ્રદર્શનકારીઓ દ્વારા ઉપયોગ કરાતા માસ્ક પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવને રવિવારે કેટલીક છૂટની સાથે મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બર્ડ ફ્લુનો કેસ નોંધાતા માંસ-મટન તેમજ પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ
વર્ષ 2011માં જાહેર સ્થળ પર બુરખા પર પ્રતિબંધ મૂકનારો ફ્રાન્સ પહેલો દેશ
આ પ્રસ્તાવના એક મતદાન દરમિયાન મંજૂર થયા બાદ રેસ્ટોરાં, રમતના મેદાનો, જાહેર પરિવહન સાધનો અથવા રસ્તાઓ પર ચાલતા સમયે ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ લાગી જશે. જોકે, ધાર્મિક સ્થળો પર જતા સમયે ચહેરો ઢાંકવા અને આરોગ્યના કારણો જેવા કે કોવિડ-19થી બચવા દરમિયાન માસ્ક પહેરવાની છૂટ આપવામાં આવી છે. 2011માં જાહેર સ્થળ પર બુરખા અને માસ્કને પ્રતિબંધિત કરનારો ફ્રાન્સ પહેલો દેશ હતો.
આ પણ વાંચોઃ ઈક્વેટોરિયલ ગિનીમાં સૈન્યની લાપરવાહીથી બ્લાસ્ટ, 17 લોકોના મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત