ETV Bharat / international

વિશ્વભરના દેશોએ કર્મચારીઓના ગેરહાજર રહેવાને કેવો પ્રતિસાદ આપી રહ્યા છે

કોવિડ-19 મહામારી વિશ્વભરમાં વિનાશ વેરી રહી છે, ત્યારે કેટલાક દેશોની આર્થિક સ્થિતિ ઉપર પણ અત્યંત ગંભીર ફટકો પડી રહ્યો છે, કેમકે અનેક વેપાર અને ઉદ્યોગોએ ફરજિયાત બંધ પાળવો પડી રહ્યો છે.

ો
વિશ્વભરના દેશોએ કર્મચારીઓના ગેરહાજર રહેવાને કેવો પ્રતિસાદ આપી રહ્યા છે
author img

By

Published : Apr 16, 2020, 4:36 PM IST

નવી દિલ્હીઃ આ ગંભીર આર્થિક સ્થિતિને પરિણામે ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને રજા ઉપર ઉતરી જવા જણાવ્યું છે - તેમણે કર્મચારીઓને છૂટા કરવાને બદલે પગાર વિનાની રજાઓ ઉપર ઉતરવા કહ્યું છે.

પગાર વિનાની રજા ઉપર ફરજિયાતપણે ઉતરેલા આ કર્મચારીઓ માટે આ સ્થિતિ ખરાબ છે, પરંતુ તેઓ પોતાની કંપનીના પેરોલ્સ ઉપર ચાલુ રહેશે, તે હકીકત છે. આ પગલું એવા નોકરીદાતાઓના લાભમાં છે, જેઓ પરિસ્થિતિ જેવી સુધરે કે તરત જ પોતાનાં કામ શરૂ કરવા માગે છે, પરંતુ કર્મચારીઓ માટે આ મુશ્કેલ સ્થિતિ છે, કેમકે તેમની આવક અચાનક અટકી ગઈ છે.

આ પરિસ્થિતિમાં વિશ્વભરના દેશો કર્ચમારીઓને મદદગાર થવા શું કરી રહી છે, તે જોઈએ ઃ

યુનાઈટેડ કિંગ્ડમ

સરકારે જે કર્મચારીઓ વર્તમાન સ્થિતિને કારણે કામચલાઉ રજા ઉપર છે, તેમના લગભગ 80 ટકા વેતનને આવરી લે એટલું અનુદાન આપ્યું છે. સરરકારે માર્ચ મહિનાની શરૂઆતમાં કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ શરૂ કરી હતી, જેમાં પ્રત્યેક કર્મચારીને દર મહિને મહત્તમ 2500 પાઉન્ડ આપવાનું જાહેર કર્યું હતું.

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

અમેરિકાની સેનેટે કોરોનાવાયરસ માટે બે ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ મંજૂર કર્યું છે, જેમાંથી સરકાર નોકરી ગુમાવી ચૂકેલા અથવા કંપનીના પેરોલ ઉપર ચાલુ હોય તેવા કર્મચારીઓના વેતન ચૂકવશે.

ફ્રાંસ

ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોને દેશના કર્મચારીઓને ખાતરી આપી છે કે ફરજિયાત ઘરે રહેવા મજબૂર બનેલા કર્મચારીઓનો નાણાકીય બોજ સરકાર ઉઠાવશે. તેમણે કંપનીઓ અને કર્મચારીઓને 45 અબજ ફ્રાંકની અંદાજપત્રીય સહાયનું વચન આપ્યું છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેર કર્યું છે કે આગામી છ મહિનામાં 130 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરની યોજના હેઠળ તે 60 લાખ કર્મચારીઓના વેતન ઉપર સબસીડી આપશે. દર પખવાડિયે પાત્રતા ધરાવતા કર્મચારીઓને 1500 ઓસ્ટ્રેલિયન ડોલરની વેતન સબસીડી અપાશે.

સ્વિડન

સ્વિડનમાં સરકારે કર્ચમારીઓના પગારને મોટાપાયે સબસીડી આપવાનું વચન આપ્યું છે, જેથી કર્મચારીઓએ તેમના વેતનના 90 ટકા રકમ અને ઘટાડેલા કામના કલાકો મળે.

ડેનમાર્ક

આ જ રીતે, ડેનમાર્કે પણ જણાવ્યું છે કે જો કંપનીઓ પોતાના કર્મચારીઓને છૂટા નહીં કરે તો સરકાર પગારના 75 ટકા સબસીડી પેટે આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.