રોમઃ દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસનો કેર યથાવત છે. રોજબરોજ નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં 1,25,000થી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 4,623 લોકોના મોત થયા છે. ચીન સરકાર WHOને 2 કરોડ ડૉલરની સહાય આપશે. જાણો દુનિયાભરમાં શું છે કોરોના વાયરસની સ્થિતિ...
કોરોના વાયરસના નવા કેસ
- દિગ્ગજ હૉલીવૂડ અભિનેતા ટૉમ હૈંક્સ અને તેની પત્નિ રીટા વિલ્સનમાં પણ કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે.
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસને વિશ્વવ્યાપી મહામારી જાહેર કરી છે.
- અમેરિકાએ 30 દિવસ માટે યુરોપથી બધી યાત્રાઓ રદ કરી છે.
- વોંશિંગટનમનાં સંકટનો સમય જાહેર કરાયો છે.
- પાકિસ્તાનમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 20 થઇ ગઇ છે.
- બહરીનમાં 77 નવા કેસ સામે આવ્યા અને પીડિતોની સંખ્યા વધીને 189 થઇ છે.
દુનિયાભરમાં થયેલા મોતના આંકડા
સ્પેનમાં 54 લોકોના મોત, ફ્રાંસમાં 48 લોકોના મોત, જાપાનમાં 12 લોકોના મોત, ઇરાકમાં 7 લોકોના મોત, બ્રિટેનમાં 8 લોકોના મોત થયા છે.
નેધરલેન્ડમાં 5 લોકોના મોત, સ્વિઝરલેન્ડમાં 4 લોકોના મોત, જર્મની, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગમાં ત્રણ-ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.
આ સિવાય મિસ્ત્ર, સૈન મૈરીનો, અજેરંટીના, ફિલીપાઇન્સ, થાઇલેન્ડ અને તાઇવનમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.