ETV Bharat / international

શ્વાન માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો: પાલતુ શ્વાનમાં કોરોના સંક્રમણની પુષ્ટિ - Corona Transmission in Dog

બ્રિટન (United Kingdom) માં એક પાલતુ શ્વાન (Pet Dog) માં કોરોના સંક્રમણ (Corona Transmission) ની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કોરોના સંક્રમિત માલિકના સંપર્કમાં આવતા શ્વાન સુધી કોરોના સંક્રમણ પહોંચ્યું છે.

Corona Transmission in Dog,
Corona Transmission in Dog
author img

By

Published : Nov 11, 2021, 10:11 AM IST

લંડન: બ્રિટન (United Kingdom) માં એક પાલતુ શ્વાન (Pet Dog) માં કોરોના સંક્રમણ (Corona Transmission) ની પુષ્ટિ થઈ છે. બુધવારે એક નિવેદનમાં બ્રિટનના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી હતી.

બ્રિટનના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીના જણાવ્યા પ્રમાણે, 3 નવેમ્બરના રોજ વેબ્રિજ શહેરમાં એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સી (Animal and Plant Health Agency) ની પ્રયોગશાળામાં પરીક્ષણો બાદ કૂતરામાં કોરોના સંક્રમણ (Corona Transmission in Dog) ની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ શ્વાન સંક્રમણની અસરથી બહાર આવી રહ્યું છે.

નિવેદન અનુસાર, આ કૂતરું અગાઉ કોરોના સંક્રમિત થઈ ચૂકેલા પોતાના માલિક દ્વારા કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યું હતું. જોકે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી કે, પાલતુ જાનવર લોકોમાં વાઇરસ ફેલાવી શકે છે કે કેમ?

મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીએ કહ્યું કે, કૂતરાઓનું કોરોના સંક્રમિત થવું એ દુર્લભ છે. સામાન્ય રીતે તેઓમાં હળવા લક્ષણો જોવા મળે છે અને થોડાક દિવસોની સારવારમાં તેઓ સાજા પણ થઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વાતના કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળ્યા કે, પાલતુ જાનવરો માણસોમાં વાઇરસ પહોંચાડે છે.

તેમણે કહ્યું કે, તેઓ આ સ્થિતિ પર ઝીણવટભરી રીતે નજર રાખી રહ્યા છે. અને સ્થિતિ બદલવા પર પાલતુ જાનવરોના માલિકોને માર્ગદર્શન આપીને અપડેટ કરતા રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.