લંડન: કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રના વાતાવરણ પરિવર્તન પર થવાની કોન્ફરન્સ સીઓપી 26ને મુલતવી રાખવામાં આવી છે. બ્રિટિશ સરકારે આ માહિતી આપી હતી.
નવેમ્બરમાં સ્કોટલેન્ડના શહેર ગ્લાસગોમાં સીઓપી 26 યોજાવાની હતી. સરકારે કહ્યું કે હવે આ કોન્ફરન્સ વર્ષ 2021માં યોજાશે અને તેની તારીખોની ઘોષણા પછીથી કરવામાં આવશે. બ્રિટીશ સરકારે એક નિવેદનમાં કહ્યું કે કોવિડ -19 ની અસર સમગ્ર વિશ્વ પર પડે તે જોતાં નવેમ્બર 2020માં સીઓપી26 નું આયોજન કરવું શક્ય નથી.
વધતા વૈશ્વિક તાપમાનને રોકવા માટેના પગલાઓની ચર્ચા કરવા માટે આ દસ દિવસીય પરિષદ યોજાવાની હતી, જેમાં વિશ્વભરના 200 નેતાઓ સહિત આશરે 30,000 લોકો ઉપસ્થિત રહેવાના હતા છે.