- અમેરિકન ચેટ-શો પ્રસ્તુતકર્તા ઓપરા વિનફ્રે સાથે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલની મુલાકાત
- મંગળવારે બકિંઘમ પેલેસે મૌન તોડી નાખ્યું
- ઉભા થયેલા મુદ્દાઓ ખાસ કરીને જાતિવાદથી સંબંધિત હોવાથી ચિંતાજનક
લંડન: અમેરિકન ચેટ-શો પ્રસ્તુતકર્તા ઓપરા વિનફ્રે સાથે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલની મુલાકાત પછી મંગળવારે બકિંઘમ પેલેસે મૌન તોડી નાખ્યું હતું અને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી હેરી અને મેગન કેટલાક પડકારમાંથી પસાર થયા છે તે જાણીને આખું કુટુંબ દુ:ખી છે. તેમના ખુલાસાથી શાહી પરિવાર દુ:ખી છે.
આ પણ વાંચો: યુ.એસ. મેઘન અને હેરીની સલામતી માટે ચૂકવણી કરશે નહીં: ટ્રમ્પ
રાજવી પરિવારના કોઈ અનામી સભ્યએ તેમના થવા વાળા બાળકના રંગ વિશે ચિંતા વ્યકત કરી
ઓપરા વિનફ્રે સાથેના ટીવી ઇન્ટરવ્યુમાં મેગને કહ્યું હતુ કે, રાજવી પરિવારના કોઈ અનામી સભ્યએ તેમના પતિ સાથે તેમના થવા વાળા બાળકના રંગ વિશે ચિંતા વ્યકત કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, ઉભા થયેલા મુદ્દાઓ ખાસ કરીને જાતિવાદથી સંબંધિત હોવાથી ચિંતાજનક છે. કેટલીક બાબતોમાં મતભેદો હોઈ શકે છે, પરંતુ તે ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યું છે અને તેને પરિવાર દ્વારા ખાનગી રીતે ઉકેલી લેવામાં આવશે. હેરી, મેગન અને આર્ચી હંમેશા પરિવારના ખૂબ પ્રિય સભ્યો રહેશે.
આ પણ વાંચો: શાહી પરિવારથી અલગ થઈ પ્રિન્સ હૈરી દુઃખી, કહ્યું- અમારી પાસે અન્ય વિકલ્પ નહોતો
રાજવી પરિવારનો સાથ ન મળવાને કારણે મેગનને આત્મહત્યાનો વિચાર આવ્યો
ઓપરા વિનફ્રે સાથેના એક ટીવી ઇન્ટરવ્યુમાં મેગને કહ્યું હતુ કે, રાજકુમાર હેરીના લગ્ન પછી તેમને અલગ-અલગ કરી દેવામાં આવ્યા હતા અને રાજવી પરિવારનો સાથ ન મળવાને કારણે તેને આત્મહત્યાના વિચાર આવવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજવી પરિવારના એક અનામી સભ્યએ તેના પતિ પ્રિન્સ હેરી સાથે તેમના ભાવિ બાળકની ત્વચાના રંગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.