ETV Bharat / international

Elizabeth Corona Positive : બ્રિટનની રાણી એલિઝાબેથ થયા કોરોના સંક્રમિત, વડાપ્રધાન મોદીએ સ્વસ્થ થવાની કરી કામના - કોવિડ સંક્રમણના ગંભીર લક્ષણો

બકિંગહામ પેલેસે રવિવારે આની પુષ્ટિ કરતા કહ્યું કે, રાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II Corona Positive) કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તકે વડાપ્રધાન મોદીએ પણ તેમના સારા સ્વસ્થ્ય માટે કામના કરી છે.

Elizabeth Corona Positive
Elizabeth Corona Positive
author img

By

Published : Feb 21, 2022, 7:09 AM IST

લંડનઃ બ્રિટનની 95 વર્ષિય મહારાણી એલિઝાબેથ II કોરોના સંક્રમિત (Queen Elizabeth II Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેમને સંક્રમણના ગંભીર લક્ષણો (Symptoms Of Corona) નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને સારા સ્વસ્થ્યની કામના કરી છે.

આ પણ વાંચો : અમેરિકા કોવિડ 19 થી કંટાળી ગયું છે, પરંતુ હજી પણ સારી સ્થિતિમાં છે: બાઈડન

બોરિસ જ્હોન્સનના ટ્વિટને ટાંક્યું

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના ટ્વિટને ટાંકીને વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં કહ્યું કે, "હું મહારાણી એલિઝાબેથના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું." બોરિસ જ્હોન્સને ટ્વીટ કર્યું કે, "મહારાણી ધ ક્વીન કોવિડમાંથી ઝડપથી રિકવરી અને સારા સ્વાસ્થ્યમાં ઝડપથી પાછા ફરવાની શુભેચ્છા પાઠવવા માટે દરેક માટે વિનંતી કરૂ છું."

લિઝાબેથમાં હળવી શરદીના લક્ષણો

બકિંગહામ પેલેસે રવિવારે આની પુષ્ટિ કરતા કહ્યું કે, રાણી એલિઝાબેથમાં હળવી શરદીના લક્ષણો છે. તેણી આગામી સપ્તાહમાં વિન્ડસર પેલેસ ખાતે તેણીની હળવી ડ્યુટી (British Monarch Will Continue To Perform Light Duties) કરવાનું ચાલુ રાખશે. તેણીની સારવાર ચાલુ રહેશે અને તે તમામ યોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરશે.

આ પણ વાંચો : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19, 968 કેસ નોંધાયા, 673ના મોત

પુત્ર અને પુત્રવધુ પણ પોઝિટિવ

તે તેના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ સાથે સંપર્કમાં આવી હતી અને ગયા અઠવાડિયે જ તેનામાં પણ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. પ્રિન્સ ચાર્લ્સ ઉપરાંત તેમની પત્ની પણ કોરોના સંક્રમિત છે. પ્રિન્સ ચાર્લ્સ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે, જ્યારે મહારાણી એલિઝાબેથ પ્રથમ વખત સંક્રમિત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.