લંડન: દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડ ચેકર્સની હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા ઈગ્લેન્ડના વડાપ્રધાન બોરીસ જોહન્સને સરકારની કામગીરી સંભાળી લીધી છે. બોરીસ જોહન્સને વિદેશ પ્રધાન સહિતના તેમના કેબિનેટને સૂચનાઓ આપવાનું શરૂ કર્યું છે. તેઓ હાલ ડાઉનિંગ સ્ટ્રીટથી દૂર રહે છે.
કોવિડ-19ના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ બોરીસ જોહન્સનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે તેઓ સરકાર ચલાવવા સક્રિય બન્યા છે.
ઉલ્લેખનિય છે કે, ગત રવિવારે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પહેલીવાર બોરીસ જોહન્સને તેના સલાહકારો સાથે રૂબરૂ બેઠક યોજી હતી.