નવી દિલ્હીઃ ફ્રાંસના રક્ષા પ્રધાન ફ્લોરેંસ પેલીએ રાજનાથ સિંહને પત્ર લખીને જણાવ્યું કે, સૈનિકોની શહીદી તેમના પરિવાર અને રાષ્ટ્ર વિરૂદ્ધ એક મોટો આઘાત હતો. વધુમાં કહ્યું કે આ ખરાબ પરિસ્થિતિમાં ફાન્સે સમર્થન વ્યક્ત કર્યું છે.
પાર્લીએ કહ્યું કે, ભારત ફ્રાન્સ રણનીતિક ભાગીદાર છે, તેમને ભારત સાથેની એકજૂટતાને પણ યાદ કરી હતી. તેમણે ઉમેર્યું કે, હું રક્ષા પ્રધાન રાજનાથ સિંહના નિમંત્રણ પર તેમને મળવા તૈયાર છે. મુલાકાત પછી જ વિસ્તારથી ચર્ચા થશે.
આ પહેલા અમેરિકામાં રિપબ્લિક સીનેટર માર્કો રૂબિયોએ અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂ સાથે વાત કરી હતી. રૂબિયોએ ચીન સાથે થયેલ ઝડપના મામલામાં ભારતના લોકો પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી.
રૂબિયોએ ટ્વીટ કર્યું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારત બિજીંગથી નહીં ડરે.
જ્યારે સીનેટમાં બહુમતના નેતા મિચ મેક્કોનેલએ એક અઠવાડીયાથી પણ ઓછા સમયમાં બીજી વાર ચીન પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું કે ચીન વિરૂદ્ધ ભારત આક્રામકતા કરી છે.
મહત્વનું છે કે આ પહેલા અમેરિકા સીનેટર ટૉમ કોટને ભારત વિરૂદ્ધ હિંસક લઇને ચીનની નિંદા કરી હતી.