- કોરોના મહામારીમાં આયર્લેન્ડ આવ્યું ભારતની મદદે
- 700 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર અને અન્ય તબીબી પુરવઠો મોકલશે ભારત
- બુધવારે સવારે ભારત પહોંચ્યા ઓક્સિજન કોન્સન્ટ્રેટોર
નવી દિલ્હી : આયર્લેન્ડને મંગળવારે કોરોના વાઇરસ સંકટ સામે લડવામાં મદદ માટે 700 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર અને અન્ય તબીબી પુરવઠો ભારત મોકલવાની જાહેરાત કરી હતી. આયરિશ દૂતાવાસે જણાવ્યું છે કે બુધવારે સવારે ઓક્સિજન કોન્સન્ટ્રેટોર ભારત પહોંચશે તેવી આશા છે.
આ પણ વાંચો : પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે
ભારતના સંપર્કમાં છે અમે
દૂતાવાસે જણાવ્યું હતું કે, "આયર્લેન્ડ, ભારતના દર્દીઓની સારવાર માટે આરોગ્ય કર્મચારીઓને મદદ કરવા માટે 700 ઓક્સિજન સકોન્સન્ટ્રેટોર ભારત મોકલી રહ્યું છે." બુધવારે વહેલી સવારમાં કોન્સન્ટ્રેટોર ભારત પહોંચશે તેવી સંભાવના છે. "આયર્લેન્ડના રાજદૂત બ્રેન્ડન વોર્ડે જણાવ્યું હતું કે આયર્લેન્ડ ભારત સરકાર સાથે સંપર્કમાં છે."