નવી દિલ્હી: યુનાઈટેડ નેશન્શ જનરલ એસેમ્બલીના (UNGA) 11મા ઈમરજન્સી સત્રમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, યુક્રેનમાં (Russia Ukraine War) યુદ્ધ કોઈપણ કિંમતે બંધ થવું જોઈએ. સૈનિકોને બેરેકમાં પાછા મોકલવા જોઈએ. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ અને ખાર્કિવ શહેર પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે.
યુક્રેનને UN મદદ કરવાનું ચાલુ રાખશે
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, માનવતાવાદી સહાય મહત્વપૂર્ણ છે પરંતુ તે ઉકેલ નથી. શાંતિ દ્વારા જ ઉકેલ શક્ય છે. મેં યુક્રેનના રાષ્ટ્રપતિને ખાતરી આપી છે કે UN મદદ કરવાનું ચાલુ રાખશે, તેમને છોડશે નહીં. તેમણે કહ્યું કે, વધતી હિંસાના પરિણામે નાગરિકો મરી રહ્યા છે. પૂરતું છે, સૈનિકોને બેરેકમાં પાછા જવાની જરૂર છે. નાગરિકોનું રક્ષણ કરવું જોઈએ.
યુનાઈટેડ નેશન્શ જનરલ એસેમ્બલીની ઈમરજન્સી મીટિંગ
યુનાઈટેડ નેશન્શ જનરલ એસેમ્બલીની (UNGA) ઈમરજન્સી મીટિંગમાં યુક્રેનના પ્રતિનિધિએ કહ્યું કે, અત્યાર સુધીમાં યુક્રેન દ્વારા 16 બાળકો સહિત 352 લોકો માર્યા ગયા છે. આ સંખ્યા સતત વધી રહી છે, ગોળીબાર ચાલુ છે. કહ્યું કે આપણે બધા રશિયન સૈનિકોથી પીડાઈએ છીએ. અત્યારથી જ હજારો માનવબળ ખોવાઈ ગયું છે. યુક્રેન સામેના આ હુમલાને રોકો. અમે રશિયાને બિનશરતી તેના દળોને પાછા ખેંચવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સંપૂર્ણ પાલન કરવાની માંગ કરીએ છીએ.
આ પણ વાંચો: યુદ્ધનો 6ઠ્ઠો દિવસ, રશિયાએ ખાર્કીવમાં ફેક્યાં બોમ્બ, રાજધાની કિવ પર ખતરો વધાર્યો
રશિયન પરમાણુ દળોને હાઈ એલર્ટ પર મૂકવું ભયાનક છે
UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે જણાવ્યું હતું કે, રશિયન પરમાણુ દળોને ઉચ્ચ ચેતવણી પર મૂકવું એ આઘાતજનક વિકાસ છે અને પરમાણુ યુદ્ધ ફક્ત અકલ્પનીય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે યુક્રેન અને રશિયા વચ્ચેની વાતચીતનું પરિણામ લડાઈ રોકવાના સ્વરૂપમાં ફળદાયી પરિણામ આવશે. ગુટેરેસે યુક્રેન પર UN જનરલ એસેમ્બલીના કટોકટી અને વિશેષ સત્રને જણાવ્યું હતું કે, યુક્રેનમાં લડાઈ બંધ થવી જોઈએ. તે દેશભરમાં ચાલુ છે.
હિંસાને કારણે બાળકો સહિત સામાન્ય લોકોના મૃત્યુ બિલકુલ અસ્વીકાર્ય
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) પોતાના પરમાણુ દળોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. આ વિકાસથી ડર અને ચિંતા વધી છે કે યુક્રેન કટોકટી પરમાણુ યુદ્ધ તરફ દોરી શકે છે. ગુટેરેસે જણાવ્યું હતું કે, અમે યુક્રેન માટે દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છીએ. આપણે આપણા બધા પર સંભવિત વિનાશક અસરો સાથે એક મોટા પ્રાદેશિક સંકટનો પણ સામનો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પરમાણુ યુદ્ધની કલ્પના પણ કરી શકાતી નથી. પરમાણુ શસ્ત્રોના ઉપયોગને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. ગુટેરેસે કહ્યું કે વધતી હિંસાને કારણે બાળકો સહિત સામાન્ય લોકોના મૃત્યુ બિલકુલ અસ્વીકાર્ય છે.
આ પણ વાંચો: ભારતે કહ્યું, "કૂટનીતિના માર્ગે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી"
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ
રશિયા અને યુક્રેન (Sixth day of the Russia Ukraine war) વચ્ચેના યુદ્ધનો આજે મંગળવારે છઠ્ઠો દિવસ છે. રશિયાએ ખાર્કિવ પર રોકેટ હુમલા કર્યા. યુક્રેનના આંતરિક મંત્રાલયે દાવો કર્યો છે કે હુમલામાં અનેક નાગરિકો માર્યા ગયા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું કે જો રશિયાના સુરક્ષા હિતોને ધ્યાનમાં લેવામાં આવે તો જ યુક્રેનનો ઉકેલ શક્ય છે.