ETV Bharat / international

મલેશિયામાં કોરોના બેતાબૂ, જનતાએ માંગ્યું વડાપ્રધાનનું રાજીનામું

author img

By

Published : Aug 1, 2021, 9:08 AM IST

કોરોના વાયરસ મહામારીથી પોતાનો યોગ્ય રીતે બચાવ ન કરી શકવા બદલ સેંકડો યુવાનોએ વડાપ્રધાન મુહયિદ્દીન યાસીનના રાજીનામાની માંગ કરી છે.

વડાપ્રધાન મુહયિદ્દીન યાસીન
વડાપ્રધાન મુહયિદ્દીન યાસીન

  • સેંકડો મલેશિયન યુવાનો શનિવારે મધ્ય કુઆલાલંપુરમાં એકઠા થયા
  • વડાપ્રધાન મુહયિદ્દીન યાસીનના રાજીનામાની માંગણી કરી
  • કોરોનાવાયરસ મહામારી સામે યોગ્ય રીતે બચાવ ન કરી શકવા બદલ માંગણી

કુઆલાલંપુર : કાળા વસ્ત્રો પહેરેલા સેંકડો મલેશિયન યુવાનો શનિવારે મધ્ય કુઆલાલંપુરમાં એકઠા થયા હતા અને કોરોનાવાયરસ મહામારી સામે યોગ્ય રીતે બચાવ ન કરી શકવા બદલ વડાપ્રધાન મુહયિદ્દીન યાસીનના રાજીનામાની માંગણી કરી હતી.

13 જુલાઈના રોજ સંક્રમણના નવા કેસ 10,000ને પાર થયા

કુઆલાલંપુરમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. યાસીનની બિન-ચૂંટાયેલી સરકાર વિપક્ષ સાથે જોડાણમાં માર્ચ 2020માં સત્તા પર આવી હતી. આ સરકાર સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો કારણ કે, જાન્યુઆરી પછી કેસમાં આઠ ગણો વધારો થયો છે. 13 જુલાઈના રોજ સંક્રમણના નવા કેસ 10,000ને પાર થઇ ગયા અને ત્યારથી તે ઘટ્યા જ નથી. આ સ્થિતિ ત્યારે છે જ્યારે જાન્યુઆરીમાં વાયરસ કટોકટી લાદવામાં આવી હતી અને 1 જૂનથી લોકડાઉન અમલમાં આવ્યું હતું.

20 ટકા વસ્તીને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું

સંક્રમણના કારણે અત્યાર સુધીમાં લગભગ નવ હજાર લોકોના મોત થયા છે. અહીંની લગભગ 20 ટકા વસ્તીને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. કટોકટીના પગલા અંગે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ મલેશિયાના રાજા દ્વારા યાસીનની સરકારને સખત ઠપકો આપવામાં આવ્યો હતો. યુવાનોની આ વિરોધ રેલીએ સરકાર પર દબાણ વધુ વધારી દીધું છે.

પ્રદર્શનકારીઓના હાથમાં પ્લેકાર્ડ હતા

યાસીને જાન્યુઆરીમાં કટોકટી લાદવા માટે રાજવી પરિવારની મંજૂરી લીધી હતી. આ કારણે તેમને સંસદને સ્થગિત કરવા અને 1 ઓગસ્ટ સુધી સંસદની મંજૂરી માટે વગર વટહુકમ દ્વારા શાસનની મંજૂરી આપવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ ચહેરા પર માસ્ક પહેર્યા હતા અને તેમના હાથમાં પ્લેકાર્ડ હતા. જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને સ્વતંત્રતા સ્ક્વેયર તરફ કૂચ કરતા અટકાવ્યા ત્યારે તેઓ રસ્તા પર બેસી ગયા હતા. તેમણે એક મોટું બેનર હાથમાં લીધું હતું, જેના પર નિષ્ફળ સરકાર લખ્યું હતું.

સંસદમાં ચર્ચા પર હજુ પણ પ્રતિબંધ

આ વર્ષે સોમવારે પ્રથમ વખત સંસદ ખુલી હતી, જેમાં સાંસદોને મહીમારીની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી અને સંસદમાં ચર્ચા પર હજુ પણ પ્રતિબંધ છે. મલેશિયાના રાજા સુલતાન અબ્દુલ્લાએ ગુરૂવારે કટોકટી વટહુકમો રદ્દ કરવા અંગે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ સરકારની નિંદા કરી હતી. જોકે, યાસીને આગ્રહ કર્યો હતો કે, તેમના વહીવટીતંત્રે બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.