ETV Bharat / international

નેપાળમાં રાજકીય ઘમાસાણ વચ્ચે પણ કેમ લોકપ્રિય છે કે.પી. શર્મા ઓલી? - નેપાળમાં રાજકીય ઘમાસાણ

નેપાળમાં આગામી ચૂંટણી થશે કે નહીં તેનો નિર્ણય ફરી એક વાર અહીંની સુપ્રીમ કોર્ટ કરશે. વિપક્ષી પાર્ટીઓનો આક્ષેપ છે કે, વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી પાસે સંસદ ભંગ કરવાની ભલામણ કરવાનો અધિકાર નથી. છેલ્લા 6 મહિનામાં બીજી વખત એવી સ્થિતિ આવી છે કે જ્યારે સંસદનો ભંગ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ તમામ રાજકીય ઉથલપાથલ ઉપરાંત ઓલીની લોકપ્રિયતા ઓછી નથી થઈ. શું છે તેનું કારણ જુઓ.

નેપાળમાં રાજકીય ઘમાસાણ વચ્ચે પણ કેમ લોકપ્રિય છે કે.પી. શર્મા ઓલી?

author img

By

Published : May 29, 2021, 8:23 AM IST

  • નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા યથાવત્
  • નેપાળવાસીઓ આ સ્થિતિ માટે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને દોષી માને છે
  • વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ નેપાળના સંવિધાનના ધજાગરા ઉડાવ્યા હોવાનો લોકોનો આક્ષેપ

ન્યૂઝ ડેસ્કઃ નેપાળમાં રાજકીય અસ્થિરતા યથાવત છે. નેપાળવાસીઓ અહીંની સ્થિતિ માટે વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ વિદ્યા ભંડારીને દોષી માને છે. તેમનું કહેવું છે કે, બંનેએ નેપાળના સંવિધાનના ધજાગરા ઉડાવ્યા છે. જ્યારે ઈચ્છે તેઓ નેપાળની નીચલી સભા (પ્રતિનિધિ સભા)ને ભંગ કરી દે છે. જોકે, ઓલી અને ભંડારી બંને આ આરોપોથી ઈનકાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ નેપાળ: કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યો છે, ભારત તરફથી સહાયની આશા

ઓલી અને ભંડારીએ 2-2 વખત સંસદને ભંગ કરવાની ભલામણ કરી

નેપાળના સંવિધાન નિર્માતા કહેતા આવ્યા છે કે, વડાપ્રધાન પાસે પ્રતિનિધિ સભાને ભંગ કરવાની ભલામણ કરવાનો અધિકાર નથી. વર્ષ 1990ના સંવિધાનમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે આ જોગવાઈ હતી, પરંતુ વર્ષ 2015ના સંવિધાનમાં આ જોગવાઈ હટાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા 6 મહિનામાં ઓલીએ તમામ વિપક્ષને સુન્ન કરી દીધા છે. ઓલી અને ભંડારીએ 2-2 વખત સંસદને ભંગ કરવાની ભલામણ કરી હતી.

આ પણ વાંચોઃ વડાપ્રધાન ઓલીના શપથ લેવાના વચગાળાના આદેશ આપવાનો નેપાળ સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો

સંવિધાનનું ઉલ્લંઘન

દર વખતે જેવી સંસદ ભંગ કરવાની ભલામણ કરવામાં આવે છે. 6 મહિનામાં ચૂંટણી કરવી અનિવાર્ય થઈ જાય છે. ટીકાકારોનું કહેવું છે કે, રાષ્ટ્રપતિએ સંવિધાનના અનુચ્છેદ- 76 પર વિચાર કર્યા વગર આ સંમતિ આપી હતી. તેમણે એ જ કર્યું જેવું ઓલી ઈચ્છતા હતા. સૌથી પહેલા 20 ડિસેમ્બર 2020એ અને ફરી આ વર્ષે 22 મેએ. વડાપ્રધાન સચિવાલય અને રાષ્ટ્રપતિ કાર્યાલયે સંવિધાનને બાજુએ મુકવાની વાતનો ઈનકાર કર્યો છે.

ઓલીએ ભંડારીનું રાજકીય પદ વધાર્યું

ઓલી અને ભંડારી બંને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુનાઈટેડ માર્ક્સસિસ્ટ લેનિનિસ્ટ પાર્ટી)ના છે. ભંડારીને ઓલીનો જ એક ચહેરો માનવામાં આવે છે. જ્યારથી વિદ્યા ભંડારીના પતિ મદન ભંડારીનું નિધન થયું છે. ત્યારથી ઓલીએ તેમનું રાજકીય પદ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મદન ભંડારીનું રોડ અકસ્માતમાં વર્ષ 1993માં મોત થયું હતું. રાજકીય ટીકાકારોનું કહેવું છે કે, ભંડારી પાર્ટી લાઈન પર કામ કરી રહ્યાં છે. તેઓ ઓલીના દરેક પગલાનું સમર્થન કરે છે. નવા સંવિધાન અંતર્ગત તેઓ બીજાં રાષ્ટ્રપતિ બન્યાં છે.

ભારત વિરોધીનું વલણ હોવાથી ઓલીની લોકપ્રિયતા વધી

ઓલીના સમર્થક 2 કારણથી તેમનું સમર્થન કરે છે. પહેલું તો તેમનું ભારત વિરોધી વલણ. વર્ષ 2015માં નેપાળના સંવિધાનના ઉદ્ઘોષણ સમયે તેમણે ભારત વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. તે સમયે દિલ્હી તરફથી તરાઈમાં રહેતા મઘેશિયાઓની માગ પર વિચાર કરવાનું દબાણ બનાવવામાં આવ્યું હતું. અલીએ ઝૂકવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ નેપાળ-ભારત સીમા પર મહિનાઓ સુધી આર્થિક નાકાબંધી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. નેપાળવાસીઓને ઘણા મહિનાઓ સુધી કડક વલણનો સામનો કરવો પડ્યો હતો. આ આર્થિક નાકાબંધીથી કેટલાક દિવસ પહેલા જ નેપાળ ભૂકંપથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.