- અમેરિકાએ કાબુલ એરપોર્ટ બ્લાસ્ટનો લીધો બદલો
- ISIS-K ના આતંકીઓ વિરુદ્ધ એર સ્ટ્રાઈક કરવામાં આવી
- બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર ઠાર થયો હોવાનો દાવો
વોશિંગ્ટન/કાબુલ: કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલાને લઈને ગુસ્સે ભરાયેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISIS-K ના આતંકીઓ વિરુદ્ધ એર સ્ટ્રાઈક કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાંગરહાર ક્ષેત્રમાં અમેરિકા દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકન સેનાએ કાબુલ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારને મારી નાંખ્યો છે.
બાઈડેને કહ્યું હતું, "અમે હુમલાખોરોને નહીં છોડીએ"
કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકોના મોત બાદ વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતી વખતે રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, "અમે હુમલાખોરોને માફ નહીં કરીએ, તેમને શોધી શોધીને મારવામાં આવશે અને તેમણે કિંમત ચૂકવવી પડશે."