ETV Bharat / international

દિલ્હીમાં CAA હિંસા મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની ત્રાંસી નજર..

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુડેરસ નવી દિલ્હીમાં થયેલી હિંસા પર નજર લગાવી બેઠા છે. જ્યાં નાગરિકતા સંશોધન કાનૂન લઇ સમર્થકો અને વિરોધીઓની વચ્ચે હિંસા ચાલી રહી છે.

રાજધાનીમાં થયેલી CAA હિંસા મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની નજર

author img

By

Published : Feb 26, 2020, 12:44 PM IST

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ નવી દિલ્હી પર થતી હિલચાલ પર સતત નજર રાખી બેઠા છે. જ્યાં આજ ત્રણ દિવસથી સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ સાથે પથ્થરમારો અને આગના બનાવો બની રહ્યાં છે. આ હિસામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યા છે.

આજ ત્રણ દિવસથી રાજધાની દિલ્હી જાણે ભડભડ બળતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં CAA વિરોધીઓએ અમેરિકન પ્રમુખ રાજધાનીમાં આવતાની સાથે જ વિરોધ પ્રદર્શન કરવાનો શરૂ કર્યો હતો. જેમાં વિરોધીઓએ પથ્થરમારો કરતા એક હેડ કોન્સ્ટેબલનું મોત નિપજ્યુ હતું. આ સાથે અનેક હિંસક અથડામણો થઇ હતી. જેમાં મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 189 લોકો ઘાયલ થયા છે.

આ સમગ્ર અથડામણ વચ્ચે આજે રાજધાનીના મુખ્ય પ્રધાને દિલ્હી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાઓની મુલાકાત લીધી હતી. આ તકે મુખ્ય પ્રધાને હિંસાને લઇ પોલીસની કામગીરી સિવાય આર્મીને પણ લઇ આવવાની વાત જણાવી અને કહ્યું કે, જરૂર પડશે તો આર્મીને પણ સ્ટેન્ડ બાય રાખીશુ, પરંતુ હાલમાં સમગ્ર સ્થિતી કાબુમાં છે. સમગ્ર આ પરિસ્થિતી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પણ નજર લગાવી બેઠા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે CAA કાયદો બનાવ્યા બાદથી લઇ દેશભર સહિત રાજધાનીમાં અનેક પ્રદર્શનો સાથે હિંસક અથડામણો પણ થઇ ચૂકી છે, ત્યારે આ અથડામણોનો અંત ક્યારે આવશે તે તો આગામી સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.