ગુટેરેસે તાજેતરમાં બહાર પડેલા વિજ્ઞાન સંગઠન ક્લાઈમેટ સેંટ્રલના રિપોર્ટનો હવાલો આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્રનું વધતું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડા કરતા ત્રણ ગણી વધારે વસ્તીને પ્રભાવિત કરી શકે છે. જેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈ ડૂબવાનો ખતરો છે. યુએન મહાસચિવે કહ્યું કે જળવાયુ પરિવર્તન આ સમયે પૃથ્વી માટે સૌથી મોટો ખતરો છે અને આ ખતરો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેની સામે લડાઈ નહીં લડીએ.
ગુટેરેસે વધુમાં કહ્યું કે વૈજ્ઞાનિક જણાવી ચૂક્યા છે કે વિશ્વએ પૃથ્વીના વધતા તાપમાનને રોકવું પડશે. આપણએ 2050 સુધી કાર્બન ન્યૂટ્રલ બનાવવો પડશે. આ માટે આપણે આગામી દશકમાં કાર્બન ઉત્સર્જન 45% સુધી ઓછો કરવો પડશે.