ટોક્યોઃ ખરાબ હવામાનને કારણે સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)નું પ્રથમ મંગળ અભિયાન ફરી મુલતવી રાખવામાં આવ્યું છે. તે જાપાનથી લોન્ચ થવાનું હતું. મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ (એમએચઆઇ) એ જણાવ્યું હતું કે, યુએઈના મંગલયાનનું નામ 'અમલ' રાખવામાં આવશે. જાપાનના એચ -2એ રોકેટથી દક્ષિણ જાપાનના તનેગાશીમા સ્પેસ સેન્ટરથી બુધવારે લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ શુક્રવાર સુધી તે મુલતવી રાખવામાં આવશે.
મિત્સુબિશીનું એચ-2એ રોકેટ યુએઈના સ્પેસ શટલને અવકાશમાં લઈ જશે. યુએઈના 'હોપ માર્સ મિશન'એ ટ્વિટર પર કહ્યું કે, હવે તે જુલાઈના અંતમાં થઈ શકે છે. તે જ સમયે, મિત્સુબિશીએ કહ્યું કે, તે સામાન્ય રીતે નિર્ધારિત પ્રક્ષેપણની તારીખના ઓછામાં ઓછા 2 દિવસ પહેલાં ઘોષણા કરે છે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારી કિજી સુઝુકીએ આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, આ યોજના મુલતવી રાખવી પડી શકે છે. જાપાનના મોટા ભાગોમાં લગભગ એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલન અને પૂરનું નિર્માણ થયું છે. આ કારણે 70થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ મંગળયાન 2021 ફેબ્રુઆરી સુધીમાં મંગળ પર પહોંચશે, જ્યારે યુએઈ તેની 50મી વર્ષગાંઠ ઉજવશે.