ટોક્યો: જાપાનના દરિયા કિનારે ઉભેલા ક્રૂઝમાં વધુ 2 ભારતીયમાં કોરોનાની અસર જોવા મળી છે. ભારતે આશ્વાસન આપ્યું છે કે, કોરોના વાયરસની ફાઈનલ તપાસ બાદ આપણા નાગરિકોને પરત લાવવા માટે તમામ પ્રયાસ કરીશું. આ અંગેની માહિતી રવિવારે ભારતીય એમ્બેસી દ્વારા આપવામાં આવી છે. ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર કુલ 3,711 લોકો મુસાફરી કરી રહ્યા છે. જેમાં 6 ક્રૂ અને મુસાફરો સાથે 138 ભારતીય છે. આ ક્રૂઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં જાપાન દરિયા કિનારે પહોંચ્યું હતું. આ ઉપરાંત જહાજ પર કોરોના વાયરસથી અસગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 355 થઇ છે.
ગત 2 દિવસમાં 137 નવા કેસ
ભારતીય એમ્બેસીએ ટ્વીટ કર્યું કે, ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર ગત 2 દિવસમાં કોરોના વાયરસના 137 નવા કેસ જોવા મળ્યાં છે, જેમાં 2 ભારતીય છે.
-
Update (as on 16 Feb 2020) on #Indian nationals on-board the quarantined cruise ship #DiamondPrincess at #Japan@MEAIndia pic.twitter.com/cVAnb4JKEq
— India in Japanインド大使館 (@IndianEmbTokyo) February 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Update (as on 16 Feb 2020) on #Indian nationals on-board the quarantined cruise ship #DiamondPrincess at #Japan@MEAIndia pic.twitter.com/cVAnb4JKEq
— India in Japanインド大使館 (@IndianEmbTokyo) February 16, 2020Update (as on 16 Feb 2020) on #Indian nationals on-board the quarantined cruise ship #DiamondPrincess at #Japan@MEAIndia pic.twitter.com/cVAnb4JKEq
— India in Japanインド大使館 (@IndianEmbTokyo) February 16, 2020
17 ફેબ્રુઆરીથી અંતિમ તપાસ
ભારતીય એમ્બેસીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, જહાજ પર COVID-19 માટે અંતિમ તપાસ 17 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ઘણા દિવસો સુધી ચાલશે. આશા છે કે, બહાદુરીથી પરિસ્થિતનો સામને કરી રહેલા ભારતીય નાગરિક પરીક્ષણમાં અસર મુક્ત થઇ જશે અને તેમને સ્વદેશ આવવાની પરવાનગી મળશે. ટોક્યો સ્થિત ભારતીય એમ્બેસી તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત એમ્બેસીએ જણાવ્યું કે, વાયરસથી અસર ગ્રસ્ત 3 લોકોની સ્થિતિમાં સુધારો થયો છે.