આજુબાજુના લોકોએ ફાયરિંગનો અવાજ સંભાળ્યો હતો. મળતી માહિતી મુજબ ગ્વાદર પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે હોટલ કોન્ટિનેંટલમાં 3-4 આતંકીઓ ઘૂસ્યા હતા. અહીંથી ફાયરિંગનો અવાજ આવ્યો હતો. જો કે, અત્યારે કેટલું જાન-માલનું નુકસાન થયું છે તે અંગે કોઈ માહિતી મળવા પ્રાપ્ત નથી. ફાયરિંગ સાંજે 4.30 વાગે થયું હતું. હુમલો થયો તે સમયે કોઈપણ વિદેશી મહેમાન હોટલમાં હાજર ના હતા. સેનાએ હોટલને ખાલી કરાવી દીધી હતી. કોઈને પણ હોટલમાં અંદર જવાની મંજૂરી આપવામાં આવી નથી.
જો કે આ ગ્વાદરમાં એક સપ્તાહની અંદર બીજો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્લ કોન્ટિનેંટલ હોટલ જે કોહ-એ-બાટિલના પહાડો પર આવેલી છે. આ હોટલમાં મોટા ભાગે વેપારીઓ અને પર્યટકો રોકાય છે. ગ્વાદરમાં આ એક સપ્તાહમાં બીજો હુમલો થયો છે. અહીંના ઓમરા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં જ 14 લોકોની હત્યા કરવામાં આવી હતી.તેમાં 11 જવાન નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડના ઓફિસર હતા.