- પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે મુસ્લિમ લોકોએ હિન્દુ મંદિર (Hindu Temple) પર કર્યો હતો હુમલો
- મંદિરના સમારકામ કર્યા પછી હિન્દુઓને મંદિર (Hindu Temple) ફરી સોંપવામાં આવ્યું
- 8 વર્ષના બાળક પર ધાર્મિક અપમાનનો આક્ષેપ લગાવી કરાઈ હતી તોડફોડ
ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે ભીડ દ્વારા એક હિન્દુ મંદિર (Hindu Temple)માં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરનું સમારકામ કર્યા પછી તેને હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. સરકારી અધિકારીએ આ અંગે સોમવારે માહિતી આપી હતી. જિલ્લા વહિવટી અધિકારી ખુર્રમ શહજાદે આ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક હિન્દુ લોકો ટૂંક જ સમયમાં પૂજાપાઠ શરૂ કરશે. તો પૂર્વીય પંજાય પ્રાન્તના ભોંગમાં 5 દિવસ પહેલા મુસ્લિમ લોકોએ મળીને મંદિર પર હુમલો કર્યો હતો. આ લોકોએ મંદિરમાં તોડફોડ કરી હતી અને મુખ્યદ્વાર પર આગ લગાડી હતી. તેમનો ગુસ્સો એટલા માટે હતો. કારણ કે, કોર્ટે એક 8 વર્ષીય હિન્દુ બાળકને જામીન આપ્યા હતા, જેની પર કથિત રીતે એક ધાર્મિક સ્કૂલનું અપમાન કરવાનો આરોપ હતો.
આ પણ વાંચો- ગાંધીનગરમાં કાર ઓવરટેક મામલે 10 લોકોના ટોળાએ યુવાન અને તેના મિત્રો પર હુમલો કર્યો
8 વર્ષના બાળક પર ધાર્મિક અપમાનનો આરોપ
જે 8 વર્ષીય બાળકની ધરપકડ કરવામાં આવી હતી. તેની પર કથિત રીતે આરોપ છે કે, તેણે સ્કૂલની લાઈબ્રેરીમાં લઘુશંકા કરી હતી, જ્યાં ઈસ્લામ સંબંધી ધાર્મિક લખાણ લખવામાં આવ્યું હતું. ભીડે આરોપ લગાવ્યો હતો કે, બાળકે ઈશનિંદા કરી છે, જેની પાકિસ્તાનમાં સજા મોત છે.
આ પણ વાંચો- જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં CRPF ની ટીમ પર હુમલો, એક અધિકારી ઇજાગ્રસ્ત
છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિર પર હુમલાની ઘટના વધી
આ મામલા પછી મોટી સંખ્યામાં લોકોની હિન્દુ મંદિર તોડવાના કૃત્યમાં સામેલ થવાની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, આ લોકોએ મંદિરના સમારકામ માટે પૈસા આપવા પડશે. આપને જણાવી દઈએ કે, મુસ્લિમ વસતી ધરાવતા પાકિસ્તાનમાં હિન્દુ અને મુસ્લિમ શાંતિથી રહે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુ મંદિરો પર હુમલો થવાની ઘટના વધી ગઈ છે.