બેજિંગ: ચીનમાં મહામારીનું સ્વરૂપ લઇ રહેલ કોરોના વાયરસથી વિશ્વભરમાં 85,000થી વધુ લોકો ચેપગ્રસ્ત બન્યા છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બિમારીને કોવિડ-19 નામ આપ્યું છે.
કોરોના વાયરસ ચીનમાં કેર વરસાવ્યો છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યા 79,521 થઈ ગઈ છે. ચીનમાં 427 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે 47 લોકોના મોત થયા હતા. જેમાં 45 મોત હુબેઈ પ્રાંતમાં થાય છે. જેથી મૃત્યુઆંક 2835 થયો છે. 2,885 લોકોનો હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, હુબેઈ પ્રાંતની વસ્તી 5.5 કરોડ છે, આ કોરોના વાયરસની શરૂઆત થઈ હતી, તે વુહાન શહેરની વસ્તી આશરે 1 કરોડની આસપાસ છે. કોરોના વાયરસની સૌથી વધારે અસર હુબેઈ પ્રાંતમાં થઈ છે.
વુહાન ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની છે, કોરોના વાયરસ સૌથી પહેલા અહીથી શરૂ થયો હતો અને વાયરસની સૌથી વધારે અસર શહેરમાં છે. અહીં લોકોને કોઈ પણ જગ્યાએ જવા પર પ્રતિબંધ છે. માસ્ક, તબીબી સુરક્ષાના શૂટ અને અન્ય આવશ્યક સાધન સામગ્રીની ખૂબ જ ઝડપથી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ડૉક્ટર્સ બિમારીના ઈલાજ માટે આવશ્યક દવા અને વેક્સિન તૈયાર કરવા માટે મહેનત કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસને અટકાવવા અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. દેશભરમાંથી 330 કરતા વધારે મેડિકલ ટીમને હુબેઈમાં મોકલવામાં આવી છે, જેમાં મિલિટરી અને નાગરિક વિભાગોના 41 હજારથી વધુ કર્મચારીનો સામેલ છે.
હુબેઈ પ્રાંતની સરકાર લોકોને આધુનિક કોમ્યુનિકેશન ઉપકરણો અપનાવવા પ્રોત્સાહન આપી રહી છે. જે હેઠળ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે સ્થાનિક કોમ્યુનિટીને શોપિંગ સર્વિસ શરૂ કરી છે. કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવા માટે હુબેઈ પ્રાંતમાં ખૂબ જ ઓછા સમયમાં સરકાર દ્વારા મેડિકલ ટીમો, સપ્લાય, ડોનેશન અને ફંડની વ્યવસ્થા કરી હતી.
સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મીઓને કામ પર ગોઠવવા છે. એક સાથે હજારોની સંખ્યામાં દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ માટે ટૂંકા સમયમાં એક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ચીન સરકારે પણ આ સમગ્ર ઘટનામાં ત્વરીત પગલા ભર્યા છે. સરકાર તરફથી દરરોજ પ્રેસ બ્રીફિંગ અને અન્ય દેશોની સરકારો સાથે માહિતીની આપ-લે કરી રહી છે.
બેજિંગમાં શનિવારે પ્રત્યેક દેશની સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા તાજા આંકડા આ મુજબ છે.
- ચીન : 79,251 કેસ, 2835 મોત
- હોગ કોગ : 94 કેસ ,2 મોત
- મકાઉ : 10 કેસ
- દક્ષિણ કોરિયા : 310 કેસ ,17 મોત
- જાપાન : ડાયમંડ પ્રિન્સેઝ ક્રુઝ જહાજના 705 કેસ સહિત 941 કેસ,11 મોત
- ઇટલી : 888 કેસ ,18 મોત
- ઇરાન : 593 કેસ ,43 મોત
- સિંગાપુર : 98 કેસ
- અમેરિકા : 62 કેસ
- કુવૈત : 45 કેસ
- થાઇલેન્ડ : 42 કેસ
- બેહરીન : 38 કેસ
- તાઇવાન : 39 કેસ, 1 મોત
- ઓસ્ટેલિયા : 23 કેસ
- મલેશિયા : 24 કેસ
- જર્મની : 57 કેસ
- ફાંસ : 57 કેસ,2 મોત
- સ્પેન : 46 કેસ
- વિયતનામ : 16 કેસ
- બ્રિટેન : 23 કેસ
- UAE : 19 કેસ
- કનાડા : 14 કેસ
- ઇરાક : 8 કેસ
- રૂસ : 5 કેસ
- સ્વિટ્ઝરલેન્ડ : 10 કેસ
- ઓમાન : 6 કેસ
- ફિલિપાઇન્સ : 3 કેસ,1 મોત
- ભારત : 3 કેસ
- ક્રોએશિયા : 6 કેસ
- ગ્રીસ: 3 કેસ
- ઇઝરાઇલ: 5 કેસ
- લેબનન: 3 કેસ
- પાકિસ્તાન: 4 કેસ
- ફિનલેન્ડ: 3 કેસ
- ઓસ્ટ્રિેલિયા: 2 કેસ
- સ્વીડન : 12 કેસ
- ઇજિપ્ત : 1 કેસ
- અલ્જીરિયા : 1 કેસ
- અફઘાનિસ્તાન : 1
- ઉત્તર મેસેડોનિયા : 1 કેસ
- જ્યોર્જિયા : 2 કેસ
- એસ્ટોનિયા: 1 કેસ
- બેલ્જિયમ: 1 કેસ
- નેધરલેન્ડ : 1 કેસ
- રોમાનિયા : 3 કેસ
- નેપાલ : 1 કેસ
- શ્રીલંકા : 1 કેસ
- કંબોડિયા : 1 કેસ
- નોર્વ : 2 કેસ
- ડેનમાર્ક : 2 કેસ
- બ્રાઝિલ : 1 કેસ
- નાઇજીરીયા : 1 કેસ
- અઝરબૈજાન : 1 કેસ
- મોનાકો : 1 કેસ
- કતાર : 1 કેસ
- બેલારુસ : 1 કેસ