ETV Bharat / international

તાલિબાને અફઘાનિસ્તાનમાં બનાવી વચગાળાની સરકાર, બરાદર હશે નવા રાષ્ટ્રપતિ - અફઘાનિસ્તાન

તાલિબાને અફઘાનિસ્તાન પર સંપૂર્ણપણે કબજો જમાવી લીધો છે. હાલમાં સત્તા હસ્તાતંરણની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ અબ્દુલ ગની બરાદર હશે.

તાલિબાને અફઘાનિસ્તાનમાં બનાવી વચગાળાની સરકાર, બરાદર હશે નવા રાષ્ટ્રપતિ

author img

By

Published : Aug 15, 2021, 6:15 PM IST

  • હાલમાં જ તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યો
  • તાલિબાનના પ્રવક્તાઓ રાષ્ટ્રપતિ નિવાસ જવા રવાના
  • 1996 બાદ બીજી વખત તાલિબાન પલટશે સત્તા

કાબુલ: અફઘાનિસ્તાનમાં કાબુલને ચોતરફથી ઘેરી લીધા બાદ તાલિબાને દેશમાં વચગાળાની સરકાર બનાવી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ અબ્દુલ ગની બરાદર હશે.

તાલિબાને અફઘાનિસ્તાનમાં બનાવી વચગાળાની સરકાર

નાગરિકોની સુરક્ષા અગ્રિમતા રહેશે

આંતરિક અને વિદેશી મામલાઓના કાર્યવાહક પ્રધાન અબ્દુલ સત્તાર મિર્જાકવાલે કહ્યું કે, કાબુલમાં લોકોને સુરક્ષિત કરવામાં આવશે. કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સહયોગીઓની સાથે શહેરની રક્ષા કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કાબુલ પર હુમલો નહીં કરવામાં આવે. મિર્જાકવાલે કાબુલ નિવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે, સુરક્ષા બળો શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

સત્તાના હસ્તાંતરણ માટે કાબુલ જવા રવાના

આ પહેલા અફઘાનિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાલિબાનના પ્રવક્તાઓ સત્તાના હસ્તાંતરણ માટે રાષ્ટ્રપતિ આવાસ જઈ રહ્યા છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ મુલાકાતનો ઉદ્દેશ તાલિબાનને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવા માટેનો છે. તાલિબાને જણાવ્યું હતું કે, બળપ્રયોગથી સત્તા મેળવવાની તેમની કોઈ યોજના નથી.

તાલિબાનના હુમલાઓ વચ્ચે વાટાઘાટો ચાલુ: રાષ્ટ્રપતિ

અગાઉ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ શનિવારે કહ્યું હતું કે, તેઓ 20 વર્ષોની ઉપલબ્ધીઓને બેકાર નહીં જવા દે અને તાલિબાનના હુમલા વચ્ચે વાટાઘાટો શરૂ હોવાનું જણાવ્યું હતું. તેમણે ટેલિવિઝનના માધ્યમથી દેશને સંબોધિત કર્યો હતો. હાલમાં તાલિબાન દ્વારા થઈ રહેલા હુમલાઓ વચ્ચે તેમણે પ્રથમ વખત સંબોધન કર્યું હતું.

કોણ છે તાલિબાન

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઉદય 90ના દાયકામાં થયો હતો. સોવિયેત સૈનિકો પરત ફર્યા બાદ ત્યાં અરાજકતાનો માહોલ ઉભો થયો હતો. જેનો તાલિબાને ફાયદો ઉઠાવ્યો હતો. વર્ષ 1996માં પણ અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી હટાવીને કાબુલ પર કબજો કરી લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.