બિજીંગ: મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં બલૂચ અલગાવવાદીઓ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાએ ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ અને રોડ પ્રોજેક્ટને જોખમમાં મૂક્યો છે અને તેના ખર્ચમાં વધારો કર્યો છે. જ્યારે અરબી સમુદ્ર પર બનેલો ગ્વાદર બંદર પર બેઇજિંગની રુચિ ઇસ્લામાબાદ અને તેહરાનની પ્રોક્સી વચ્ચે ફસાઇ ગયું છે.
હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, બલુચિસ્તાન પ્રાંતમાં ભાગલાવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલાઓના કારણે ચીનનું પ્રભુત્વ ધરાવતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) જેના પર 60 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગ્વાદર બંદરગાહ જેના પર ચીનનો દબદબો છે, તેના પર ખતરો મંડરાઇ રહ્યો છે.
બેલ્ટ એન્ડ રોડ પહેલ (BRI)નો હેતુ દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય એશિયા, ગલ્ફ ક્ષેત્ર, આફ્રિકા અને યુરોપને જમીન અને સમુદ્ર માર્ગોના નેટવર્ક સાથે જોડવાનો છે. સીપીઇસી રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્વાકાંક્ષી બીઆરઆઈ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
બલુચિસ્તાનમાં રાજકીય અને સુરક્ષાની સ્થિતિને કારણે ગ્વાદર બંદર અને કરાચીને દરિયાઇ ધોરીમાર્ગને જોડતા રસ્તાના વિકાસ સુધી ચીનના સીપીઇસીનું રોકાણ મર્યાદિત કરવામાં આવ્યું છે.
આ સિવાય ગ્વાદર બંદર પર ચીનની યોજનાઓ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અટવાયેલી છે. પાકિસ્તાન અને ઈરાન બંને ભારત અને સાઉદી અરેબિયાને સીમાપાર હુમલા માટે દોષી ઠેરવી રહ્યા છે.