ETV Bharat / international

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખ્રિસ્તી સમુદાયના મત મહત્વની ભુમિકા ભજવશે

કોલંબોઃ શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે બે દિવસ બાકી છે. લઘુમતી સમુદાયના મતો ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. એપ્રિલમાં ઇસ્ટર રવિવારે સેન્ટ એન્થોની ચર્ચ પર થયેલા હુમલામાં 250થી વધુ લોકોના મોત નીપજ્યાં હતાં. શ્રીલંકાની કુલ વસ્તીનો સાત ટકા હિસ્સો ક્રિશ્ચિયન સમુદાયનો છે. ઇસ્ટર પરના હુમલાના પગલે એવું માનવામાં આવે છે કે ખ્રિસ્તી સમુદાયનો મત કોઈપણ પણ પક્ષમાં જઈ શકે છે.

ETV bharat
author img

By

Published : Nov 14, 2019, 11:20 PM IST

Updated : Nov 15, 2019, 10:17 AM IST

શ્રીલંકાના ક્રિશ્ચિયન મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ઇટીવી ભારતે ચૂંટણી પૂર્વે કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચના પાદરી જુડ ફર્નાન્ડો સાથે વાત કરી હતી.

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખ્રિસ્તી સમુદાયના મત મહત્વની ભુમિકા ભજવશે

ઇસ્ટરના હુમલા બાદ તપાસની કાર્યવાહીથી અસંતુષ્ટ ફાધર ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે, 'અમને હજી સુધી ન્યાય મળ્યો નથી. ચર્ચ ન્યાય પર ભાર મૂકે છે અને અમને તેની જરૂર છે. કોણે શું કર્યું અને શું બન્યું તે શોધવાની જરૂર છે. અમે, ન્યાયની રાહ જોઈ રહ્યાં છીએ. અમે તપાસ એજન્સીને પુરતો સહયોગ પણ આપી રહ્યાં છીએ.'

ક્રિશ્ચિયન મતદારોની ભુમિકા ચૂંટણીમાં કેવી રહેશે તે અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અમારો રાજકીય પક્ષ તરફ કોઈ ઝુકાવ નથી અથવા અમે કોઈ ઉમેદવારને ટેકો આપતા નથી. જોકે ચર્ચે મતદારોને મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. કારણ કે તેમનો મત એ તેમનો અધિકાર છે. મતદાતાઓની પણ પોતાની પંસદ છે અને મતદાતાઓ તે પ્રમાણે જ મત આપશે.

ઈસ્ટર હુમલા બાદ ખ્રિસ્તી સમુદાય કઈ રીતે તે ઘટનામાંથી બહાર આવી રહ્યો છે, તે અંગે પુછતાં ફાધર ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે, આ ઘટનાની લોકો પર અસર તો જરૂર થઈ છે. પરંતુ, હવે લોકો સુરક્ષાના ઉપાયો કરી ચર્ચમાં પાછા આવી રહ્યા છે.

ભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ભારત અને શ્રીલંકા જેવા એશિયાઈ દેશ સમુદાયમાં વચ્ચે મતભેદ હોવા છતાં પણ શાંતિ અને સદ્ભાવના સાથે રહે છે. આપણે આતંકવાદીઓનો ખાતમો કરવા આપણા સાંસ્કૃતિક અને પારંપરિક મુલ્યોવાળા લોકોને તૈયાર કરવાની આવશ્યકતા છે.

Intro:Body:

international news

Conclusion:
Last Updated : Nov 15, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.