નવી દિલ્હીઃ શ્રીલંકાના વિદેશ મંત્રી જીએલ પીરીસ ભારતની મુલાકાતે (G L Piris India Visit) છે. તેમની મુલાકાત એવા સમયે આવી છે, જ્યારે ટાપુ રાષ્ટ્ર ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાની તાકાત વધારી રહ્યું છે. શ્રીલંકા અંગે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ (Conflict between India-china)માં નવો વળાંક આવ્યો છે.
શ્રીલંકામાં ભારતની ભૂમિકા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, “વિદેશ સચિવ હર્ષ વી શ્રિંગલા (Foreign Secretary Harsh V Shringla ) શ્રીલંકાના વિદેશ પ્રધાન પ્રોફેસર જીએલ પીરીસને મળ્યા હતા. લોકો-કેન્દ્રિત વિકાસ ભાગીદારી સહિતના ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી.” ETV Bharat સાથે વાત કરતા, પ્રોફેસર હર્ષ વી પંત, સંશોધન નિયામક, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)એ જણાવ્યું, “શ્રીલંકામાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. શ્રીલંકા એ પણ સ્વીકારી રહ્યું છે કે, ચીન પર વધુ પડતી નિર્ભરતાના કેટલાક અણધાર્યા પરિણામો આવી શકે છે, જે સમગ્ર શ્રીલંકા માટે સમસ્યા ઊભી કરી શકે છે.
આ પણ વાંચો: Online અને Offlineમાં શિક્ષક, વાલીના મત શુ ? આખરે કેમ Offline શિક્ષણ શ્રેષ્ઠ જાણો
ચીન પર વધુ પડતી નિર્ભરતા શ્રીલંકા માટે હાનિકારકઃ પ્રોફેસર પંત
તેમણે કહ્યું કે, શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. અમે હંમેશા શ્રીલંકામાં ચીનના પ્રભાવને અમુક અંશે ચિંતાની નજરે જોઈએ છીએ પરંતુ શ્રીલંકામાં પણ જે થઈ રહ્યું છે તે એ છે કે 'ચીનના આર્થિક મોડલ' પર 'અતિશય નિર્ભરતા' શ્રીલંકાના હિત માટે હાનિકારક છે. પછી તે ખાતરનો વિવાદ હોય કે ઊંચા દેવાનો, જે શ્રીલંકાના અર્થતંત્રને અત્યંત અનિશ્ચિત સમય તરફ લઈ જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં શ્રીલંકાને મજબૂત અને સ્થિર ભાગીદાર તરીકે ભારતની જરૂર છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને શ્રીલંકા વચ્ચે વ્યાપક ચર્ચાઓ થઈ છે.
આ પણ વાંચો: Explained: જાણો શું છે ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસનું મહત્વ?
નાણાકીય સંકટમાં શ્રીલંકા
શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે વિદેશી દેવું વધ્યું છે, ભારતનો સહયોગ સામે આવ્યો છે. દરમિયાન, ચીન આર્થિક અને દ્વિપક્ષીય પાસાઓથી આગળ પોતાનો પ્રભાવ વધારવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. ચીન ઉત્તર શ્રીલંકામાં તમિલોને આકર્ષવા માટે નવા પ્રયાસો કરી રહ્યું છે, ખાસ કરીને માછીમાર સંકટ દ્વારા, જેનાથી ભારત નારાજ છે. નોંધનીય છે કે, સોમવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે શ્રીલંકાના સમકક્ષ જી.એલ. પીરીસ સાથે ફળદાયી મંત્રણા કરી, જેમાં શ્રીલંકાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા, દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા અને માછીમારોના વિવાદાસ્પદ મુદ્દાનો સમાવેશ થાય છે. જયશંકરે તેમના સમકક્ષને શ્રીલંકા દ્વારા અટકાયતમાં લીધેલા ભારતીય માછીમારોની વહેલી મુક્તિ માટે વિનંતી કરી હતી.