આ ધુમાડાઓથી સામાન્ય જનજીવન ખોરવાયું છે. આ ઉપરાંત ત્યાંના સ્વાસ્થય વિશેષજ્ઞો સ્થાનિકોને ચિકિત્સક નિરીક્ષણ સાથે રહેવાની ચેતવણી આપી છે.
ન્યુ સાઉથ વેલ્સના અમુક તટીય વિસ્તારોમાં રાજ્યભરમાંથી હજૂ પણ 48 જગ્યાઓ પર આગ લાગવાથી ભય છવાયો છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર લગભગ 1400 ફાયર ફાઇટરોએ આ આગને કાબુમાં લાવવા માટે તૈયાર છે.
મહત્વનું છે કે, આ આગને લીધે અત્યાર સુધી 577 ઘરો નષ્ટ થયા છે અને ચાર લોકોના મોત નિપજ્યા છે.
જો કે, દક્ષિણી ગોળાર્ધના આ દેશમાં ગરમી પણ પોતાની ચરમ સીમા પર છે.રાજ્યમાં આ મોસમ શુષ્ક અને શિયાળા બાદ આવી છે.
ગરમીની આ સિઝનમાં રાજ્યમાં એક મિલિયન હેક્ટર (3800 વર્ગ મીલ) જંગલ અને કૃષિ ભૂમિ પહેલેથી જ નાશ થઇ છે. જે ગત્ત સિઝનની અપેક્ષાએ ત્રણ ગણી છે. ગત્ત વર્ષે 2,80,000 હેક્ટર ક્ષેત્ર આગથી પ્રભાવિત થયા હતા.