- રશિયાએ ભારતના દુશ્મન પાકિસ્તાન સાથે મિલાવ્યો હાથ
- રશિયા અને પાકિસ્તાન વચ્ચે 1,122 કિમી લાંબી પાઈપલાઈનનું કામ થશે
- રશિયાના રાષ્ટ્રપતિ પાકિસ્તાનની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવના
ન્યૂઝ ડેસ્કઃ રશિયા પાકિસ્તાન સુધી પાઈપલાઈન લગાવવા જઈ રહ્યું છે. આ 1,122 કિલોમીટર લાંબી પાઈપલાઈનને રશિયાના કાસૂર શહેરથી પાકિસ્તાનના કરાચી સુધી પાથરવામાં આવશે. રશિયાએ ભારતના કટ્ટર વિરોધી પાકિસ્તાન માટે પોતાનો ખજાનો ખોલી કાઢ્યો છે. રશિયાએ જાહેરાત કરી છે કે, તેણે રશિયાના કાસૂર શહેરથી પાકિસ્તાનના કરાચી શહેર સુધી પાઈપલાઈન પાથરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ પછી હવે પાકિસ્તાનમાં એવી આશા જાગી છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આ ગેસ પાઈપલાઈનની આધારશિલા રાખવા માટે કરાચીની મુલાકાત કરી શકે છે.
આ પણ વાંચો- ઈઝરાયલમાં વિપક્ષ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પદ પરથી હટાવવાની તૈયારીમાં
આ ગેસ પાઈપલાઈનનું નામ પાકિસ્તાન સ્ટિમ ગેસ પાઈપલાઈન કરાયું
આ ગેસ પાઈપલાઈનનું નામ પહેલા નોર્થ-સાઉથ ગેસ પાઈપલાઈન હતું અને હવે તેનું નામ પાકિસ્તાન સ્ટિમ ગેસ પાઈપલાઈન કરી દેવાયું છે. બંને દેશ શીત યુદ્ધના સમયથી ચાલી રહેલી પોતાની દુશ્મનીને ભૂલીને આ સંબંધોને સારા બનાવવા માગે છે. આ સમજૂતી પર રશિયા અને પાકિસ્તાન વચ્ચે મૂળરૂપથી વર્ષ 2015માં સમજૂતી થઈ હતી, પરંતુ રશિયાની કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધોના કારણે 1,122 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું કામ શરૂ નહતું કરવામાં આવ્યું.
આ પણ વાંચો- મ્યાનમાર: સૈન્ય કાર્યવાહીમાં 840 લોકો માર્યા ગયા
પાઈપલાઈનમાં 74 ટકા ભાગીદારી પાકિસ્તાનની
હવે બંને પક્ષ તરફથી તમામ પડકારોને દૂર કરવામાં આવ્યા છે અને એક નવી સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. આ અંતર્ગત પાઈપલાઈનમાં 74 ટકા ભાગીદારી પાકિસ્તાનની હશે. આ પહેલા પૂરી પાઈપલાઈન રશિયા બનાવવાનું હતું. આ પૂરા પ્રોજેક્ટ પર લગભગ 2.25 અબજ ડોલરનો ખર્ચ કરાશે. એક વાર પાઈપલાઈનનું કામ પૂર્ણ થશે તો ગેસથી સમૃદ્ધ રશિયા તેની નિકાસ પાકિસ્તાનને કરી શકશે.