બેંગકોક: માનવધિકાર જૂથ હ્યુમન રાઇટ્સ વોચએ મ્યાનમારમાં 1,30,000 રોહિંગ્યાઓને ગંદા શિબિરમાં રાખવા બદલ નિંદા કરી છે. આ સાથે જ તેમણે તે લોકોને મુક્ત કરવા આંગ સૂ ચી સરકાર પર દબાણ લાવવા દુનિયાને અપીલ કરી છે.
આ શિબિરો બૌદ્ધ બહુમતીવાળા મ્યાનમારમાં લઘુમતી મુસ્લિમ રોહિંગ્યા સામેના ભેદભાવનો વારસો છે, જે રોહિંગ્યા અને બૌદ્ધ રાખાઈન વંશીય જૂથો વચ્ચે ૨૦૧૨ માં થયેલી સાંપ્રદાયિક હિંસા પછી તુરંત સ્થાપિત થઈ હતી.
આ લડાઇથી બંને જૂથોના ઘણા લોકો ઘર વિહોણા થઈ ગયા, પરંતુ બધા બૌદ્ધ લોકો તેમના ઘરે પાછા ફર્યા અથવા તેમનો પુનર્વાસ કરવામાં આવ્યો પંરતુ રોહિંગ્યા સાથે એવું બન્યું નહીં.
હ્યુમન રાઇટ્સ વોચે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પશ્ચિમ રાખાઈન પ્રાંતમાં 24 શિબિરો અમાનવીય પરિસ્થિતિ ધરાવે છે અને તે રોહિંગ્યાઓના જીવનના અધિકાર અને અન્ય મૂળભૂત અધિકાર માટે ખતરો છે.
અહેવાલમાં જણાવાયું છે કે શિબિરમાં આજીવિકા, હલનચલન, શિક્ષણ, આરોગ્ય, પર્યાપ્ત ખોરાક અને આશ્રયની સીમાઓ માનવતાવાદી સહાય પર વધતી અવરોધ દ્વારા વધુ જટિલ બની છે. રોહિંગ્યાઓને ટકી રહેવા માટે આ સહાયતા પર આધાર રાખે છે.
હ્યુમન રાઇટ્સ વોચે જણાવ્યું હતું કે કેમ્પમાં રહેતા લગભગ 65,000 બાળકો શિક્ષણથી વંચિત છે.