આ સંસ્થાએ કહ્યું કે, 'દક્ષિણ ભાગમાં અલગ-અલગ અવસર પર નવ નાગરિકોની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી.'
કુર્દ લડવૈયાઓનું કહેવું છે કે, માર્યા ગયેલા લોકોમાં કુર્દી નેતા હેવરિન ખલાફ અને તેમના સાથીઓ પણ સામેલ છે.
કુર્દ લડવૈયાઓની આગેવાની હેઠળના સીરિયન ડેમોક્રેટિક ફોર્સેઝ (SDF)ની રાજકીય શાખાએ એક નિવેદનમાં કહ્યું કે, 35 વર્ષીય ખલાફને તુર્કી સમર્થિત હુમલા દરમિયાન તેમની કારમાંથી બહાર નીકાળવામાં આવ્યા અને તુર્કીનું સમર્થન કરી રહેલા લડવૈયાઓએ તેમની હત્યા કરી હતી.
શાખાએ વધુમાં કહ્યું કે, 'આ તે વાતનું સ્પષ્ટ પ્રમાણ છે કે, તુર્કી નિહત્થે નાગરિકો પ્રતિ પોતાની આપરાધિક નીતિ રાખી છે.'
ખલાફ ફ્યુચર સીરિયા પાર્ટીના મહાસચિવ હતા. કુર્દ રાજનીતિના વિશેષજ્ઞ મુતલુ સિવિરોગલુએ તેમની મોતની મોટી ખોટ ગણાવી છે.
કુર્દ કાર્યકર્તાઓએ આ હત્યાઓનો બે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે, જેની દેખરેખ સંસ્થાએ રાખી છે અને તેની પુષ્ટિ પણ કરી છે.
ઑબ્ઝર્વેટીવ અનુસાર આ હત્યાઓની સાથે જ હુમલાની શરૂઆતથી જ સીરિયામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 38 નાગરિકો માર્યા ગયા છે.
શનિવારે મોડી રાત્રે સીરિયન નેશનલ આર્મીએ કહ્યું કે, અનુચિત વ્યવહાર કરનારા પર આકરા પ્રતિબંધ લગાવવામાં આવશે અને સૈન્યના આ ભંગ માટે કાનૂન સમક્ષ રજૂ કરવામાં આવશે.