બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલ (એચબીસીયુ)ની આયોજક સચિવ પ્રિયા સાહાએ 19 જુલાઈના રોજ વ્હાઈટ હાઉસમાં આયોજીત એક બેઠકમાં ભાગ લીધો હતો. જે બાદ ટ્રંપ સાથેની બેઠકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ હોવાને કારણે તેઓને પોતાના જ દેશમાં ભારે વિવાદ થયો.
વીડિયોમાં મહિલા પોતાને બાંગ્લાદેશી નાગરિક તરીકે જણાવે છે અને તેઓ અમેરિકી રાષ્ટ્રપતિને કહે છે કે, લઘુમતી સમુદાયના 3.7 મિલિયન લોકો બાંગ્લાદેશથી લાપતા થયા છે.
તેમના નિવેદન પર પ્રતિક્રિયા રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન તેમજ શાસક અવામી લીગના સેક્રેટરી જનરલ, ઓબૈદુલ કાદરે પત્રકારોને કહ્યું કે, તેઓએ (મહિલાએ) 'ખોટી, ઇરાદાપૂર્વકની અને દેશદ્રોહી ટિપ્પણી' કરી છે.
તેઓએ કહ્યું કે, સાહાનું નિવેદન તદ્દન ખોટું છે. કોઈપણ તેનાથી સહમત નહિં થાય. તેઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવશે. આ વિષય પર કાર્યવાહી ચાલી રહી છે. આપણે ચોક્કસપણે તેમની સામે પગલાં લેવાની જરૂર છે અને અમે આ પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છીએ. કારણ કે, એક બાંગ્લાદેશી નાગરિક હોવા છતાં તેઓએ ખોટી, ઇરાદાપૂર્વકની, દેશદ્રોહી ટિપ્પણી' કરી છે. સાહા તે પાંચ બાંગ્લાદેશીઓ અને બે રોહિંગ્યા શરણાર્થીઓ પૈકીના એક હતા જેમણે ઢાકામાં અમેરીકી દૂતાવાસે વ્હાઈટ હાઉસમાં મોકલ્યા હતા.