શ્રીલંકામાં 16 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણ યોજાશે. જે ભારત માટે પણ મહત્વની છે. કારણ કે, ભારતે પોતાના પાડોશી દેશો સાથે સારા રાજકીય સંબંધો બનાવવાની જરૂર છે. ચીન પણ શ્રીલંકાની સાથે સંબંધ વધારી રહ્યું છે, તે હિસાબે ભારતે નવી દિલ્હી માટે કોલંબો સાથે સોહાર્દપૂર્ણ સંતુલન જાળવી રાખવું કપરુ બની જશે.
મહિંદા રાજપક્ષને કોંગ્રેસના સમર્થક માનવામાં આવે છે અને તેઓ ચીન પ્રત્યે નરમ વલણ ધરાવે છે. બીજી તરફ પ્રેમદાસા ભારત સહિત તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધ બનાવવા ઈચ્છે છે અને તે નિશ્ચિત કરવા માટે એક ટીમની રીતે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે કે, શ્રીલંકા પોતાની સ્વૈચ્છિક આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ઘધતાઓ પૂરી કરે.
રાજપક્ષેએ નરેન્દ્ર મોદી સરકાર પર શ્રીલંકાની સમસ્યાઓને ન સમજવાનો આક્ષેપ કરી ભારતની વિરૂદ્ઘ હોવાનું વલણ રજૂ કરી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે, જો ચૂંટણી જીતશે તો ચીન સાથે સંબંધો સુધારવાની દિશામાં કામ કરશે. જો તેઓ ચૂંટણી જીતશે તો ચીન સાથે સંબંધોને કાયમ રાખવા કાર્યરત રહેશે. તેનું કારણ છે કે, શ્રીલંકાના માથે બિજિંગનું સૌથી વધુ દેવુ છે.
રાજપક્ષે કહ્યું ભારતમાં પૂર્વવર્તી સરકાર, ખાસકરીને અધિકારીઓ સાથે અમારા ખૂબ સારા સંપર્ક હતા. લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમને હરાવવામાં તેમનું સમર્થન મળ્યું હતું. પરંતુ નવી સરકાર, વિશેષ રૂપે નરેન્દ્ર મોદી સરકારના અધિકારીઓ શ્રીલંકાને અલગ નજરથી જુવે છે. જો આવા સમયે રાજપક્ષે જીતે તો ભારત અને શ્રીલંકાના સંબંધો વણસે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે. જેની સીધી અસર ચીન સાથે ભારતનાં સંબંધો પર પણ પડે એમ છે. જ્યારે પ્રેમદાસા જો જીત મેળવે તો સારા સંબંધ કેળવાય શકે છે.