નવી દિલ્હી: ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કર્નલ રેન્ક અધિકારીને પોતાના દેશમાં તૈનાત કર્યાં છે. ચીનનું કહેવું છે કે, આવું બંને દેશો વચ્ચે સૈન્ય સંકલન માટે વધુ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાની અધિકારીની તૈનાતી માર્ચમાં જ કરવામાં આવી હતી. આ આઈએસઆઈ અધિકારી બેજિંગમાં જોઈન્ટ સ્ટાફ વિભાગમાં બેસશે. જે સેન્ટ્રલ લશ્કરી પંચ (સીએમસી) હેઠળ આવે છે. જો કે, કથિત રીતે આના બે ઉદ્દેશો જણાવ્યાં છે. એક આર્મીના સંકલન માટે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)માં ચીની કર્મચારીઓની સલામતીની ખાતરી કરવી અને બીજું ઉઇગરમાં ઉગ્રવાદીઓની હિલચાલને નિયંત્રિત કરવી.
આ અંગે રૉના ભૂતપૂર્વ સચિવ જયદેવ રનાડેએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, ચીન પાકિસ્તાનની મદદથી ઉયગર બળવાખોર તત્વોને ખતમ કરવા જઈ રહ્યું છે. ચીન ઈચ્છે છે કે, ઉયગર બળવાખોરોને સલામતી ન મળે અને આવા તત્વો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આશરો લે. આ ઉપરાંત એક પ્રોજેક્ટ હેઠળ ચીન પોતાના કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માંગે છે. રનાડેએ જણાવ્યું કે, આ પોસ્ટ કાયમી પ્રકારની છે. કોઈને ખબર નથી કે આ સિસ્ટમ કેટલો સમય ચાલશે.
તમને જણાવી દઈએ કે, ઉયગર ચીનના દક્ષિણ પશ્ચિમ પ્રાંત ઝિંજિયાંગમાં રહે છે. આ બધા મુસ્લિમ ધર્મમાં માને છે. જેઓ ચીન પાસેથી આઝાદીની માંગ કરી રહ્યાં છે. ઉયગરની મોટાભાગની વસ્તીએ પાકિસ્તાનમાં આશરો લીધો છે.
બીજી તરફ સીપીઇસીએ ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જે આર્થિક અને વ્યૂહારચનાત્મક હિત માટેનો છે. ચીને અત્યાર સુધીમાં 62 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તાજેતરમાં સ્થાનિક લોકોએ ચીનના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. સીએમસી એક નવું કેન્દ્ર માનવામાં આવે છે. તે લશ્કરી વહીવટ, ઓપરેશન્સ કમાન્ડ, મોબલાઇજેશન, કર્મચારીઓની ભરતી અને તાલીમ સાથે સંબંધ ધરાવે છે. સીએમસીની રચના 2016માં કરવામાં આવી હતી. જે ચોક્કસપણે સૈનિકોની તૈનાતી પર ખૂબ મહત્વ ધરાવશે. જેથી ભારતે ચીન પર નજર રાખવાની જરૂર છે.