- ફિલિપાઇન્સમાં ભયાનક તોફાન
- 10 લાખ લોકોને સ્થળાંતર કરાયા
- આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પણ બંધ
મનીલા : પૂર્વી ફિલિપાઈન્સમાં રવિવારે વહેલી સવારે ભયંકર વાવાઝોડું આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને,આશરે 10 લાખ લોકોને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિમાનમથકો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
10 લાખ લોકોને સલામત સ્થળો પર ખસેડાયા
વધુ માહિતી આપતા સરકારી ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સીના વડા, રિકાર્ડો જલાડે જણાવ્યું કે, ઘણા લોકો એવા છે કે જે તોફાનના માર્ગમાં આવતા ખતરનાક વિસ્તારોમાં છે. આવી સ્થિતિમાં મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે.
જણાવી દઈએ કે 'ગોની' નામનું વાવાઝોડું સવારે કટનડુઆનિસ પ્રાંતના દરિયાકાંઠે આવ્યો છે. જેની રફતાર પ્રતિ કલાક 225 કિ.મી. હતી.આ વાવાઝોડુ હવે મનીલા તરફ આગળ વધી રહ્યું છે. તે જે વિસ્તારોમાંથી પસાર થશે જ્યાં એક અઠવાડિયા અગાઉ તોફાનના કારણે ઘણું નુકસાન થયું હતું. ત્યારે વાવાઝોડાને કારણે લગભગ 22 લોકોના મોત નીપજ્યાં હતાં.
મનીલા તરફ આગળ વધી રહ્યો છે તોફાન
નિષ્ણાંતો કહે છે કે, આ વાવાઝોડું રવિવારે અથવા સોમવાર મનીલા તરફ આગળ વધશે.તેમણે લોકોને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે.