ઈસ્લામાબાદઃ દૂનિયાભરમાં આતંકીનો સાથ આપનાર પાકિસ્તાનને એકવાર ફરી FATF તરફથી ઝટકો મળ્યો છે. પાકિસ્તાન એફએટીએફની ગ્રે યાદીમાં જ રહેશે. જેની ઘોષણા FATF ના અધ્યક્ષ માર્કસ પ્લીયરે કરી છે.
તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદના નાણાકિય પોષણને રોકવા માટેની 27 કાર્ય યોજનાઓમાંથી 6 ને પુરી કરવામાં નિષ્ફળ કરવામાં રહ્યાં છે, પાકિસ્તાનને આતંક રોકવા માટે વધુ પ્રયાસો કરવાની આવશ્યકતા છે. માર્કસ પ્લીયરે કહ્યું કે પાકિસ્તાને આંતકના વિત્તપોષણમાં સામેલ લોકો પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને કેસ દાખલ કરવો જોઈએ.
FATF એ પાકિસ્તાનને જુન 2018માં ગ્રે યાદીમાં સામેલ કર્યુ હતું અને ઈસ્લામાબાદને ધન શોધન અને આતંકવાદના વિત્તપોષણને રોકવાની 27 કાર્ય યોજનાઓને વર્ષ 2019ના અંત સુધીમાં લાગુ કરવા કહ્યું હતું. જોકે કોરોના વાઈરસને આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો.
જોકે, પાકિસ્તાને FATF ની ગ્રે યાદીમાંથી બહાર નિકળવા માટે ઓગસ્ટ મહિનામાં 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને તેમના નેતાઓ પર નાણાકિય પાબંધી લગાવી હતી. જેમાં મુંબઈ હુમલાના સરગના અને જમાક-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઈદ, જૈશ-એ-મુહમ્મદ પ્રમુખ મસૂદ અજહર અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ સામેલ છે.
પાકિસ્તાન ગ્રે સૂચિમાં જ રહેશે એનો અર્થ એ કે, વિશ્વ નાણાકીય ભંડોળ (આઇએમએફ), વિશ્વ બેંક, એશિયન વિકાસ બેંક અને યુરોપિયન યુનિયન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી નાણાકીય સહાય મેળવવી તેના માટે મુશ્કેલ બનશે. તેનાથી દેશની મુશ્કેલીઓ પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરશે. એફએટીએફ દ્વારા ગ્રે લીસ્ટ છોડવાના પ્રયાસના ભાગરૂપે પાકિસ્તાને આશરે 15 કાયદાઓમાં સુધારાને મંજૂરી આપી છે.