ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કોરોના વાઇરસ ચેપના કેસો 1,50,000 ને પાર થઇ ગયા છે. કોરોના ચેપને કારણે અત્યાર સુધી 2,975 લોકોના મોત નીપજ્યાં છે.
પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ 24 કલાકમાં 5,839 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જ્યારે 136 લોકોના મોત નીપજ્યાં છે. મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના ચેપની કુલ સંખ્યા વધીને 154,760 થઈ ગઈ છે. તેમાંથી 58,437 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોવિડ -19 માટે અત્યાર સુધીમાં 9,50,782 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 28,117 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાંક દિવસોમાં પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થયો છે. દરમિયાન વડાપ્રધાન ઇમરાન ખાને વાઇરસને ફેલાતા અટકાવવા સિંધ પ્રાંત દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવા માટે કરાચીની મુલાકાત લીધી હતી.