પાકિસ્તાનમાં બેસીને આતંકી વારદાતોને અંજામ આપનાર આંતરરાષ્ટ્રીય આંતકવાદી મસુદ અઝહરની વિરુધ્ધમાં પગલા લેવા પાકિસ્તાન સરકારને મજબુર થવુ પડ્યુ છે. અઝહરની તમામ સંપત્તિ અને બેંક એકાઉન્ટ જપ્તની કાર્યવાહીનો હુકમ આપી દેવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાન ગૃહમંત્રાલયના અધિકારી દુનિયાને આ વાત છુપાવવા માટે મસુદ અઝહર પર અનેક પ્રતિબંધો અગાઉ લાગ્યા જ હોવાનુ રટણ કરવામાં આવી રહ્યુ છે. અઝહર પર હથિયાર ખરીદ વેચાણ કરવાનો પણ આરોપ છે.
જ્યારે પાકિસ્તાન વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યુ હતુ કે પાકિસ્તાન તમામ રીતે આંતરરાષ્ટ્રીય સમુદાયનો સહયોગ કરશે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કરેલી સુચના અનુસાર જણાવ્યુ હતુ કે સરકારે જે આદેશ આપ્યો છે તેનાથી ખુશી થઇ રહી છે, અઝહરની વિરુધ્ધનો પ્રસ્તાવ નંબર 2368(2017)નો સંપુર્ણ પણ પાલન કરવામાં આવશે.
પુલવામાં થયેલા હુમલની જવાબદારી જૈશે સ્વિકારી હતી.કશ્મીરના પુલવામાં થયેલા આંતકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જેમાં આંતકી સંગઠન જૈશે તમામ જવાબદારી સ્વીકારી હતી. જ્યારે મસુદ અઝહર આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંચાલક છે. આ હુમલા બાદ ભારત પાકિસ્તાનના સબંધો વણસ્યા હતા.